હાલના સમયમાં લોકો પોતાના આર્થિક અને શારીરિક જીવનથી કંટાળીને ઘણા ખોટા પગલાં ભરી લે છે. લોકો પોતાના પરિવારના ઝઘડાઓને કારણે પોતાના બાળકોને પણ આ ઝઘડામાં ખસેડી લે છે. અને બાળકો સાથે પણ પોતાના જીવન ટૂંકાવી લે છે. પોતાના પતિ-પત્ની અથવા તો પરિવારના ઝગડાઓ અવારનવાર થતાં જોઈ રહ્યા છીએ.
ઝઘડાને કારણે માતાઓ પોતાના પરિવારથી અથવા તો પોતાના પતિથી કંટાળીને બાળકો સાથે આપઘાત કરી લે છે. તેવી ઘટનાઓ આપણે ઘણી બધી જગ્યાએ સાંભળી રહ્યા છીએ. રાજ્યમાં ફરી એકવાર હચમચાવી દે તેવી ઘટના બની હતી. આ ઘટના એક માતા અને તેની 2 દીકરીઓ સાથે બની હતી. આ ઘટના છોટાઉદેપુર જિલ્લામાં બની હતી.
છોટાઉદેપુર જિલ્લામાં રાણી બંગલાની સ્કૂલમાં આવેલા એક કૂવામાં માતા અને તેમની બંને દીકરીઓ જોવા મળ્યા હતા. છોટાઉદેપુરના એક ગામમાં રહેતા પરિવારના સભ્યો સાથે આ ઘટના બની હતી. પરિવારમાં રહેતી મહીલા વર્ષાબહેન અને તેમને 2 દીકરીઓ હતી. વર્ષાબેનની 1 દીકરી 3.5 વર્ષની હતી. તેનું નામ દિવ્યા હતું.
અને વર્ષાબેન બીજી દીકરી જે 1 વર્ષની હતી. તેનું નામ અંજલિ હતું. વર્ષાબહેનને પોતાના પતિ સાથે અવારનવાર પારિવારિક જીવનને લઇને ઝઘડાં થતાં હતા. અને આ ઝઘડાઓ ઘણા દિવસો ચાલતા હતા. અને તેને કારણે વર્ષાબહેન પોતાની દીકરીઓને પણ તેના પતિ સાથે રહેવા દેવા માગતી ન હતી.
તેને કારણે વર્ષાબહેન એક દિવસ રાણી બંગલા સ્કૂલમાં આવેલા એક કૂવામાં બંને દીકરીઓને ફેંકી દીધી હતી. અને પછી પોતે પણ કૂવામાં કૂદી ગઇ હતી. ત્યારબાદ આજુબાજુથી પસાર થતા લોકોએ વર્ષાબહેનને કુદતા જોયા હતા. તેને કારણે ગામના લોકો ભેગા થઈને આ ત્રણે માં-દીકરીઓને બહાર કાઢવામાં આવી હતી.
પરંતુ ઘણો સમય થઈ જવાને કારણે બન્ને દીકરીઓની લાશને બહાર કાઢી ત્યારે બંને દીકરીઓએ જીવ ગુમાવી દીધા હતા. પરંતુ તેની માતાને તરત જ એમ્બ્યુલન્સને ફોન કરીને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. તેથી વર્ષાબહેનનો જીવ બચાવવામાં આવ્યો હતો. અને પરિવારના લોકોએ વર્ષાબહેન સામે તેની બંને દીકરીઓને સાથે આવું આપઘાતનું પગલું ભરવાની ફરિયાદ પોલીસ સ્ટેશનના નોંધાવી હતી હતી.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!