હાલમાં આપઘાતની ઘટનાઓ વધી રહી છે. સમાજમાં લોકો પોતાની જિંદગીથી કંટાળીને આપઘાતો કરી રહ્યા છે. દિવસેને દિવસે આપઘાતની ઘટનાઓ વધવાને કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. લોકો પોતાની જિંદગીમાં માનસિક અને શારીરિક રીતે ત્રાસને કારણે કંટાળીને આપઘાતો કરી રહ્યા છે.
પરંતુ લોકો પોતાના પરિવારનો વિચાર્યા વગર પોતાની જિંદગી પતાવી રહ્યા છે. ઘણા બધા માતા-પિતા પોતાના બાળકોને નાની ઉંમરમાં અનાથ કરીને આપઘાતો કરી રહ્યા છે અને પોતાનું જીવન ટૂંક આવી રહ્યા છે. આવી જ એક આઘાતની ઘટનાઓ રાયસન વિસ્તારમાં બની હતી. રાયસન વિસ્તારમાં એક પરિવાર રહેતું હતું.
પરિવારમાં વૃદ્ધ માતા તેમના 3 દીકરા અને 2 દીકરીઓ હતી.બંને દીકરી સાસરે હતી. સંયુક્ત પરિવારમાં આ ઘટના બની હતી. આધાર સ્તંભ માતાનું નામ ગોપી લોધી હતું. તેમના ત્રણે દીકરાઓમાં મોટા દીકરાનું નામ કમલસિંહ લોધી હતું. બીજા નંબરના દીકરાનું નામ નવલ લોધી હતું. નવલ લોધી અને તેની પત્નીએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
નવલ લોધીની ઉંમર 36 વર્ષની હતી. તેમની પત્નીની ઉંમર 29 વર્ષની હતી. નવલ લોધીના પત્નીનું નામ શિરોમણી લોધી હતું. નવલ લોધી અને શિરોમણી લોધીને 2 સંતાનો હતા. સંતાનોમાં 5 વર્ષનો પુત્ર અને 8 મહિનાની દીકરી હતી. આમ પરિવારમાં બધા સભ્ય ખૂબ જ ખુશીથી રહેતા હતા. પરિવારમાં ક્યારેય કોઈપણ વાતને લઈને ઝઘડાઓ થયા ન હતા.
નવલ લોધી પાનની દુકાન ચલાવવાનો ધંધો કરી રહ્યો હતો. જો તેનો સમય વધે તો તે વાન ચલાવવાનું કામ કરી રહ્યો હતો. ઘરમાં બધા લોકો ખૂબ જ ખુશીથી રહેતા હતા. એક દિવસ નવલ લોધી અને તેમના પરિવાર સાથે સાંજના સમયે ભાઈ-ભાભી તેમની પત્ની અને માતા, બાળકો સાથે જમ્યા હતા. ત્યારબાદ ઘરના સભ્યો સાથે બેસીને વાતો કરી રહ્યા હતા.
સૂવાનો સમય થતા બધા પોતપોતાની રૂમમાં સૂવા માટે ગયા હતા. મોટો ભાઈ નવલના બંને બાળકોને અગાસીમાં રમાડી રહ્યો હતો. ત્યારબાદ મોડી રાત્રે નવલ લોધીની માતા ગોપી લોધી ટોયલેટમાં જવા માટે ઉઠ્યા ત્યારે રસોડાનું ગેટ ખુલ્લો હતો. તે માટે તેઓ રસોડામાં જોવા માટે ગયા. તો ત્યાં તેનો પુત્ર અને પુત્ર વધુની લાશો પડી હતી.
પુત્ર પંખે દુપ્તટેથી લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો. પુત્રવધુની લાશ નીચે પડી હતી. આમ માતાએ બંનેને મૃત હાલતમાં જોઈને ચીસો પાડી હતી. તે સમયે ઘરના તમામ સભ્યો રસોડામાં પહોંચતા પરિવાર અખાતમાં આવી ગયું હતું. અને બંને બાળકોને મૂકીને માતા પિતાએ આ પગલું ભરી લીધું હતું. દીકરી ઘોડિયામાં છે અને પાંચ વર્ષનો દીકરએ તેની માતા-પિતાની છત્રછાયા માગી લીધી હતી.
ત્યારબાદ દરેક લોકો આ ઘટના જોઈને ડરી ગયા હતા. તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી. પરંતુ ઘરમાં કોઈ વિવાદને કારણે બંને આપઘાત કર્યો ન હતો પરંતુ શિરોમણી લોધીના ફોનમાં વોટસેપ ઇન્સ્ટોલ હતું. તેને લઈને પોલીસને શંકા થઈ રહી હતી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!