પત્ની બીજા યુવક સાથે ભાગી જતા, આઘાતમાં પતિ અને દીકરીએ નહેરમાં કુદી આપઘાત કરી લીધો..વાંચો..!!

0
122

આધુનિક સમયમાં આપઘાતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. દિવસેને દિવસે આપઘાતની ઘટનાઓ બનતા ઘણા બધા લોકોને મૃત્યુ થવા લાગ્યા છે. લોકો પોતાની જિંદગીથી કંટાળીને આપઘાત કરી રહ્યા છે. આજકાલ પ્રેમસંબંધને કારણે આપઘાતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. લોકો પ્રેમસંબંધમાં પોતાના સંબંધો અને બાળકોને ભૂલીને બીજા વ્યક્તિઓ સાથે સંબંધ બનાવી રહ્યા છે.

આ પ્રેમ સંબંધને કારણે પરિવારના સભ્યોને આઘાત લાગતા આપઘાતની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. આવી જ એક આપઘાતની ઘટના ખેડા જિલ્લામાં બની હતી. ખેડા જિલ્લામાં કઠલાલ તાલુકાના શાહપુર ભોઈનાવડ ગામમાં રહેતા પિતા અને દીકરીએ આપઘાત કર્યાની ઘટના બની હતી. ભોઈનાવડ ગામમાં એક પરિવાર રહેતું હતું.

પરિવારમાં રાવજીભાઈ પરમાર આધાર સ્તંભ હતા. તેમને સંતાનમાં 2 દીકરાઓ હતા. તેમાંથી મોટો દીકરો સંજયભાઈ રાવજીભાઈ પરમાર અને નાનો દીકરો છેલ્લા 1 વર્ષથી ગુમ થયેલો હતો. તેનો કોઈ અતોપતો લાગ્યો ન હતો. તે માટે માતા-પિતાને એક જ દીકરો હતો. સંજયભાઈ પોતાના પરિવાર સાથે ભોઈનાવડ ગામમાં રહેતા હતા.

સંજયભાઈ પરમારની ઉંમર 30 વર્ષની હતી. સંજયભાઈના લગ્ન કપડવંજ તાલુકાના લહેરજીના મુવાડા ગામમાં રહેતા બાબુભાઈના પરિવારની દીકરી સાથે થયા હતા. સંજયભાઈએ 11 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. તેમની પત્નીનું નામ પુષ્પાબેન હતું. તેમણે પુષ્પા બહેન સાથે લગ્ન જીવનના 11 વર્ષ વિતાવ્યા હતા. સંજયભાઈ અને પુષ્પા બહેનને 2 સંતાનો હતા.

તેમાં 1 દીકરી અને 1 દીકરો હતો. દીકરો સંતાનમાં મોટો હતો. દીકરાની ઉંમર 10 વર્ષની હતી. દીકરીની ઉંમર 5 વર્ષની હતી. દીકરીનું નામ શિવાની હતું. અને દીકરાનું નામ યુવરાજસિંહ હતું. આમ સંજયભાઈનું પરિવાર ખુશી ખુશીથી રહેતું હતું. પરંતુ થોડા સમય પહેલાં પુષ્પાબેનને ગામના કુટુંબી પરણેલા યુવક સાથે આંખ મળી જતા પ્રેમ થઈ ગયો હતો.

પુષ્પાબેનને ઘણા સમયથી આ યુવક સાથે પ્રેમ સંબંધ હતો પરંતુ બંને અવારનવાર એક જ ગામના હોવાથી મળી શકતા ન હતા અને તેઓ એકબીજા સાથે પોતાનું જીવન વિતાવવાનું નક્કી કર્યું હતું. તે માટે એક દિવસ બંને ગામ છોડી અને પોતાના પરિવારને છોડીને ભાગી ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે ભાગી જઈને સંજયભાઈને ફોન કરીને જણાવ્યું હતું, કે તેઓ ભાગી ગયા છે.

પુષ્પાબહેન પોતાના બંને સંતાનોને તરછોડીને બીજા યુવક સાથે ભાગી ગયા હતા. સંજયભાઈને આ વાતનો ખૂબ જ આઘાત લાગ્યો હતો. સંજયભાઈની દીકરી શિવાની ધોરણ 1 માં અભ્યાસ કરતી હતી. તે ગંગાપુર પ્રાથમિક શાળામાં ભણતી હતી. માતાની ગયા બાદ દીકરી માતાને વારંવાર યાદ કરતી હતી. તે માટે તેના પિતા શિવાનીને શાળાએથી લેવા માટે ગયા હતા.

ત્યારબાદ તેઓ શાળાએથી દીકરીને લઈને આવ્યા બાદ ઘરે પહોંચ્યા નહીં. તેમના પરિવારના સભ્યોએ સંજયભાઈ અને દીકરીને શોધવાનું ચાલુ કર્યું. ત્યારે કકઠલાલ થઈ આંત્રોલી પાસેની નર્મદા નહેરના પુલ પર ટુવીલ જોવા મળી હતી. આ ટુવીલ સંજયભાઈની હતી. તે સમયે દીકરીનું બેગને નહેરની પાળી પર પડયુ હતું. તે સમયે પરિવારને બંને આપઘાત કર્યાની જાણ મળી હતી.

સંજયભાઈનો દીકરો યુવરાજ પોતાના નાના બાબુભાઈના ઘરે રહેતો હતો કારણ કે માતાના ભાગી ગયા પછી તેના નાના તેને આવીને લઈ ગયા હતા અને તે માટે યુવરાજસિંહ બચી ગયો હતો. પિતાને ખૂબ જ આઘાત લાગવાને કારણે તેણે પોતાની દીકરી સાથે આ નહેરમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ લાશ મળી આવતા પરિવારમાં નિરાશાનું મોજું ફરી વળ્યુ હતું.

પરિવારે ફરીવાર પોતાના બે દીકરાઓ ગુમાવ્યા હતા અને પોતાનો આખો પરિવાર વેરવિખેર થઈ ગયું હતું. પરિવાર પર આભ ફાટી પડ્યો હોય તેવું દુઃખ પડી ગયું હતું. ત્યારબાદ સંજયભાઈના પિતા રાવજીભાઈએ પુષ્પા બહેન સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પુષ્પાબેનને કારણે પોતાના દીકરાએ જીવ ગુમાવ્યો હતો. તે માટે પોલીસને ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here