પત્નીને રાજી કરવા પતિએ તેની માતાને તરછોડીને કર્યું કઇક એવું કે, જોઇને ગામના લોકોના હોશ ઉડી ગયા..!!

0
122

હાલની પેઢી પોતાની ખુશી માટે પોતાના માતા-પિતાનું પણ જોઈ રહી નથી. માતા-પિતા પોતાના સંતાનને બધી ખુશીઓ આપીને મોટા કરે છે. છતાં પણ સંતાનો આ ઉપકારને ભૂલીને પોતાની ખુશીઓ માટે માતા-પિતા પર આજકાલ હુમલાઓ કરવા લાગ્યા છે. અને માતા-પિતાના સંસ્કારો ભૂલી રહ્યા છે.

આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અને આ ઘટના એક માતા-પુત્ર વચ્ચે બની હતી. મહિયાપુર ગામમાં રહેતી માતાનું નામ શ્રીમતી જગમગતી બહેન હતું. તેની ઉમર 65 વર્ષની હતી. અને તેના પુત્રનું નામ મનોજભાઈ હતું. આ બંને માતા-પુત્ર આ ગામમાં એકલા રહેતા હતા. અને મનોજભાઇના થોડા સમય પહેલાં જ લગ્ન થયાં હતાં.

તેની પત્ની અને આ માતા પુત્ર એમ 3 લોકોનો પરિવાર સાથે રહેતું હતું. મનોજભાઈ રોજે સવારથી સાંજ બહાર ધંધો કરવા જતા હતા. અને તેની માતા જગમગતીબેન અને તેમની પત્ની ઘરે રહેતા હતા. પરંતુ મનોજભાઈની પત્ની અને તેની માતાને જરા પણ બનતું નહોતું. કોઈ પણ વાતને લઈને બંને ખૂબ જ ઝઘડો કરતા હતા.

આ ઝઘડો એક દિવસ નહીં પરંતુ દરરોજ કરતા હતા. તેને કારણે મનોજભાઈની પત્ની એક દિવસ પોતાના પિયર જતી રહી હતી. અને તેણે શરત મૂકી હતી કે જ્યાં સુધી તેની સાસુ ઘર છોડીને નહીં જાય ત્યાં સુધી તે ઘરમાં હું આવીશ નહીં તેને કારણે મનોજભાઈએ પોતાની માતાને ઘર છોડવા કહ્યું પરંતુ તેની માતાએ ઘર નહીં છોડે તેમ કહ્યું હતું.

તેને કારણે મનોજભાઈએ પોતાની પત્નીની ખુશી માટે એક દિવસ ખુબજ દારૂનો નશો કર્યા બાદ પોતાની માતા ઘરમાં રૂમમાં સૂઇ રહી હતી. ત્યારે ધારદાર હથિયાર વડે તેની માતાને છાતીમાં અને ગળાના ભાગ ઉપર ઘા મારી દીધા હતા. તેને કારણે મનોજભાઈની માતાનું તે જ સમયે મૃત્યુ થઈ ગયું હતું.

અને ત્યારબાદ મનોજભાઈ તેની માતાને આ હાલતમાં મૂકી ને ઘર છોડીને ચાલ્યા ગયા હતા પરંતુ ગામના લોકોને આ ઘટનાની જાણ થતાં તેણે પોલીસને આ ઘટનાની ફરિયાદ કરી હતી. મનોજભાઈએ તેના સગા-સબંધીનું પણ નહોતું સાંભળ્યું. બીજા લોકોએ પોતાની માતા સાથે આવું ન કરવા કહ્યું છતાં મનોજભાઈએ આ પગલું ભર્યું હતું.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here