આજકાલ સમાજમાં આપણે પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતાં જોયા છે. પરંતુ આ ઝગડાઓ પત્નીના અથવા પતિના દુર્વ્યવહારને કારણે થતા જોયા છે. સમાજમાં રોજેનેરોજે આવી ઘટનાઓ બનતી જાય છે. લોકો પોતાના હાલના સબંધને ભૂલીને બીજા સાથે સબંધ બાંધવા જાય છે. હાલમાં એવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
જેમાં મહિલા પોતાના પતિને છોડીને બીજા કોઈ બીજા યુવક સાથે વિડીયો કોલમાં વાત કરી રહી હતી. તે માટે પતિને આઘાત લાગતા તેને ખૂબ જ ખરાબ પગલું ભરી લીધું હતું. આ ઘટના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં બની હતી. અમદાવાદ શહેરના સરખેજ ફતેવાડીમાં આ યુવકનો પરિવાર રહેતું હતું.
સરખેજ ફતેવાડીમાં સકલદ રોહાઉસમાં પરિવાર ખુબ જ ખુશીથી રહેતું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી યુવાન ઈર્શાદ અંસારી અને તેમની પત્ની શહેબાઝ વચ્ચે ઝઘડાઓ ચાલતા હતા. ઈર્શાદ અંસારીની ઉંમર 36 વર્ષની હતી. અને તે બંનેના સંતાનોમાં 1 દીકરો અને 1 દીકરી હતા. દીકરાનું નામ મોઇનુદ્દીન હતું.
એક દિવસ પત્ની શહેબાઝ તેના દીકરા-દીકરીને લઈને પોતાના પિયર મળવા માટે ગઈ હતી. તે સમયે ઈશાદ અંસારીએ તેની પાછળ જઈને શહેબાઝની મમ્મી સમીમબાનુ, તેનો સાળો કલીમ અને તેના 2 સાઢુભાઈ ઇમરાન અંસારી અને લતિફ ભઠિયારાને શહેબાઝની ફરિયાદ કરતા કહ્યું હતું કે, શહેબાઝ કોઈ અજાણ્યા યુવક સાથે વિડીયોકોલમાં વાત કરી રહી છે.
અને તે ઘણો સમય આ યુવક સાથે વાતો કરે છે. તેમ ફરિયાદ કરી હતી. પરંતુ શહેબાઝના પિયર્વાયાળાએ તેનો પક્ષ લેતા ઈર્શાદ અંસારી સાથે ઝઘડો કર્યો હતો. અને તે શહેબાઝ પર શંકા કરી રહ્યો છે. તેવા આરોપો નાખ્યા હતા. અને ઝઘડો વધવાને કારણે ઈર્શાદ અંસારીને માર પણ માર્યો હતો. ત્યારબાદ ઈર્શાદ અંસારી પોતાની પત્ની અને દીકરા દીકરીને લઈને ઘરે આવ્યો.
બાદમાં તેને ખૂબ જ ખોટું લાગી ગયું હતું. તે માટે બીજા દિવસે ઈર્શાદ અંસારીએ પોતાની પત્ની વિડીયો કોલમાં કોઈ યુવાન સાથે વાત કરી રહી હતી. ત્યારે તેમનો પુત્ર ઘરે હતો. પરંતુ ઈર્શાદ અન્સારીએ તેમના દીકરાને ઘરની બહાર મોકલી દઈને રૂમમાં જઈને ગળાફાંસો ખાઇ લીધો હતો.
ત્યારબાદ આ ઘટનાની જાણ ઈર્શાદ અંસારીના ભાઈ આરીફને થતા તેણે ઈર્શાદ અંસારીના પુત્રને મોઇનુદ્દીને પૂછ્યું હતું ત્યારબાદ આરીફ મોઇનુદ્દીને જણાવ્યા મુજબ ઈર્શાદ અંસારીના સાસરીયા સામે પોલીસને સાસુ,સાલો,અને 2 સાઢુભાઈસામે ફરિયાદ કરી હતી. અને શહેબાઝની પોલીસ પૂછપરછ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!