આજે સમાજમાં ઘણા જ લોકો પોતાના સ્વાર્થ માટે પોતાના પરિવારજની સાથે મારામારી અથવા ઝઘડાઓ કરે છે. અને લોકોને સીધા રસ્તે ચાલવાને બદલે આજુબાજુના બીજા લોકોની વાતોમાં આવી જાય છે. અને પોતાના પરિવાર સામે ખૂબ જ ઝઘડો કરે છે. ઘણા લોકોને પોતાના કામમાં અડચણ ઊભી થાય એ જરા પણ ગમતું નથી અને લોકો ખોટા કામો કરે છે.
આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના જોડભવી પેઠ વિસ્તારમાં આવેલી આદર્શ સોસાયટીની છે. આ સોસાયટીમાં એક પરિવાર ખુશી-ખુશી રહેતું હતું. આ પરિવારનો દીકરો કર્ણાટકમાં રહેતો હતો. આ દીકરાનું નામ સલીમ નદાફ હતું. અને દીકરાની ઉમ્ર 25 વર્ષની હતી.
આ પરિવારમાં વૃધ્ધ દાદી પણ એમના ભેગા રહેતા હતા. દાદીનું નામ મલનબી હસન નદાફ હતું. દાદીને તેના પૌત્રની લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ હતી. એની ચિંતા સતાવતી હતી. એટલા માટે દાદીએ તેના પૌત્ર સલીમ અને લગ્ન માટે કર્ણાટકથી ઘરે પાછો બોલાવ્યો હતો. અને દાદીના કહેવા પ્રમાણે લગ્ન સબંધ માટે સલીમ ઘણી યુવતીઓને જોયાવ્યો પણ હતો.
સલીમને કેટલીક યુવતીઓ પસંદ પણ આવતી હતી. અને આ સબંધ પણ ગમતો હતો. પરંતુ બધી વાત ગમતી અને સબંધનું નક્કી થાય ત્યાં દાદી આ વાત બંધ રખાવતા હતા. અને યુવતી સારી નથી એમ કહેતા હતા. અથવા તો કોઈ બીજું બાનું કાઢતા હતા. અને આમ દાદી મલનબી બધા સબંધો બંધ રખાવતા હતા.
પછી સલીમને લાગતું હતું કે દાદીએ તેમને હેરાન કરવા માટે કર્ણાટકથી બોલાવ્યો છે અને આ વાત સલીમને પસંદ આવી નહોતી. સલીમ ખુબ ગુસ્સે થયો હતો. સલીમે એક દિવસ સવારે ઘરના સભ્યો બહાર ગયા હતા. ઘરે દાદી અને સલીમ બંને એકલા જ હતા. ત્યારે સલીમને કેટલા દિવસનો ગુસ્સો આવ્યો હતો.
અને સલીમે લાકડાનો ડંડો હાથમાં લીધો. અને દાદીને મારવા દોડી આવ્યો. અને દાદીને એટલી હદે માર માર્યો. અને ત્યાં સુધી માર મારતો રહ્યો કે જ્યાં સુધી દાદી મૃત્યુ ન પામ્યા. અને તે મારતા મારતા બોલતા જતો હતો કે, ‘તમે મારા લગ્ન થવા દેતા નથી તમેં મને અહીં કેમ બોલ્યો છે’. પછી સલીમના માતા-પિતા ઘરે આવ્યા.
અને આ ઘટના જોઇને તે ચોંકી ગયા. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવે છે. તેમના પાડોસીઓ પણ આ ઘટના સાંભળીને ચોંકી ગયા છે અને સલીમનું આ પગલું એને જ ભારે પડે છે. ક્યારેક લોકો ગુસ્સામાં આવીને ન કરવાના પગલાઓ ભરી લે છે અને પછીથી એને આની સજા ભોગવવી પડે છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!