પેટ્રોલ,દૂધ અને ગેસના ભાવમાં વધારા બાદ હવે વીજળીમાં સરકાર તમને લુંટશે! આ રીતેથી બચી શકો છો

0
171

પેટ્રોલ-ડીઝલથી લઇને દૂધ અને દવા જેવી જીવન જરૂરિયાતોની વસ્તુઓમાં ભાવ વધારો ઝીંકાયા બાદ વધુ એક ભાવ વધારા માટે તૈયાર થઇ જાઓ. રાજ્યમાં રહેણાંક વીજ ગ્રાહકોને મોટો ઝટકો લાગવા જઇ રહ્યો છે. કારણ કે હવે રહેણાક વીજગ્રાહકોને લૂંટવા માટે પીકઅવર્સમાં વધુ ભાવ વસૂલવામાં આવશે.

શું છે ટાઇમ ઑફ ડે નીતિ : ગુજરાતમાં આવતા વર્ષથી ‘ટાઇમ ઑફ ડે’ નામની નીતિ લાગુ થવા જઇ રહી છે. જે અનુસાર સવારના 7થી 11 અને સાંજના 6થી 10 પીકઅવર્સ દરમિયાન રહેણાંક વીજગ્રાહકોએ વીજળીનો વધુ ભાવ ચુકવવો પડશે. તેના માટે ‘જર્ક’ દ્વારા એક રોડ મેપ તૈયાર કરવામાં આવે્યો છે.

હાલ રાજ્યમાં ઉપર મુજબના સમયગાળા દરમિયાન અન્ય સમયની તુલનામાં હાઇટેન્શન વીજળી વાપરતા ગ્રાહકો પાસેથી યુનિટદીઠ 45 પૈસા વધુ ભાવ વસૂલાય છે. જો કે હવે ટૂંક જ સમયમાં આ પીકઅવર્સ દરમિયાન વીજળીના વધુ ભાવ વસૂલવામાં આવશે.

સરકારી વીજ ગ્રાહકો : 

કંપની રહેણાંક ગ્રાહકો (લાખમાં)
PGVCL 36.96
UGVCL 28.49
DGVCL 26.60
MGVCL 26.93
કુલ 118.98

જણાવી દઇએ કે ગુજરાત સહિત તમામ રાજ્યોમાં પીકઅવર્સમાં વધુ અને અન્ય સમયમાં ઓછી વીજળીનો વપરાશ હોવાના કારણે સરકારી વીજકંપનીઓની રજૂઆતને ધ્યાનમાં લેતા આ નવી નીતિ ઘડવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ પીકઅવર ડિમાન્ડ 18,500 મેગાવોટની રહી છે, જે રાત્રિ દરમિયાન 13,000 મેગાવોટ જેટલી થઇ જાય છે.

લગાવાશે નવા મીટર : આ વર્ષ દરમિયાન રાજ્ય સરકારની વીજ વિતરણ કંપનીઓ જર્કની સૂચના મુબજ આ ‘ટાઇમ ઓફ ડે’ નીતિના અમલ માટે સ્પેશિયલ મીટર લગાવશે. જેમાં કલાક દીઠ કેટલો વીજ વપરાશ થયો તે નોંધાશે.

રહેણાંકના વીજ ગ્રાહકોને લૂંટવા માટે અમલમાં મુકવામાં આવનાર આ પોલીસીનો વિરોધ થશે તેવી પૂરી શક્યતા છે. કારણ કે આ પીકઅવર્સ દરમિયાન સરકારી કંપનીઓ ગ્રાહકો પાસેથી ઉંચો ભાવ વસૂલીને બાકીના સમયમાં વપરાશમાં નજીવુ કન્સેશન આપશે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here