ગુજરાતમાં મોંઘવારીએ માજા મૂકી : આ શહેરોમાં પેટ્રોલ 100ને પાર ! જાણો તાજેતરના ભાવ..

0
122

દેશની પ્રજા સતત મોંઘવારીનો માર સહન કરી રહી છે. ત્યારે આજે ફરી પેટ્રોલની કિંમતમાં ભાવ વધારો થયો છે. રાજ્યમાં આજે પેટ્રોલની કિંમતમાં ફરી ભાવ વધારો થયો છે. પેટ્રોલની કિંમતમાં આજે પ્રતિ લિટરે 29 પૈસાનો વધારો થયો છે.

ભાવનગરમાં પેટ્રોલના ભાવ રૂપિયા 100.23 થઈ ગયા છે.જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.38 રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે પ્રિમિયમ પેટ્રોલના ભાવ પ્રીમિયમનો ભાવ 102.47 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયા છે. પેટ્રોલ ડીઝલના ભાવો વધવાના કારણે લોકોની મુશ્કેલીમાં પણ વધી રહી છે. હવે લોકો ફરી સાયકલ યુગ તરફ વળી રહ્યા હોય તેમ લાગે છે.

પેટ્રોલના ભાવે 100 રૂપિયાની સપાટી વટાવી : ભાવનગરમાં આજે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 100.22 પૈસા થઈ ગયો છે જ્યારે ડીઝલનો ભાવ 98.38 રૂપિયા પતિ લિટર જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે પેટ્રોલ ડીઝલના વધતા ભાવોને લઈ વિરોધ પક્ષ વિરોધ કરતી હોવા છતા સરકારે મૌન ધારણ કરી લીધું છે

ડીઝલનો ભાવ પણ 98.38 રૂપિયા પ્રતિ લિટર : આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ રૂપિયા 100ને પાર પહોંચી ગયું છે. જેને લઈ નાના વાહન ચાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવે માત્ર જરૂરિયાત મુજબ જ લોકો પુરાવી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ પણ 100 રૂપિયાની નજીક પહોંચ્યું છે.

વધતા પેટ્રોલના ભાવથી જનતા ત્રાહિમામ : દેશભરમાં દિન પ્રતિદિન પેટ્રોલ અને ડિઝલમાં કૂદકે ને ભૂસકે ભાવો વધી રહ્યા છે. ત્યારે નાના વાહન ચાલકો પરેશાન થયા છે. ગીરમાં પેટ્રોલએ રૂપિયા 100નો આંક વટાવી દીધો છે. ત્યારે મોંઘવારી પણ પેટ્રોલ ડીઝલના વધતા ભાવોને લઈ વધી રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટ્યા હોવા છતાં પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. જે મધ્યમ અને નાના વર્ગના લોકો પર કમ્મર તોડ બોજો વધી રહ્યો છે. પેટ્રોલના વધતા ભાવને લઈ પેટ્રોલ પમ્પ માલિકો પણ ચિંતિત બન્યા છે. જોઈએ તેટલું પેટ્રોલનું વેચાણ થતું નથી. ભાગ્યે જ કોઈ વ્યક્તિ પોતાની બાઈક કે કારમાં ટાંકી ફૂલ કરાવે છે.

ટ્રાવેલ્સ સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા : ડીઝલના વધતા જતા ભાવોને લઇને હવે ટ્રાવેલ્સ સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે.  ટ્રાવેલ્સ ચલાવવાને લઇ સવાલ ઉભો થયો છે. ટ્રાવેલ્સ સંચાલકનું કહેવું છે કે લોકડાઉન અને કોરોના કાળમાં ટ્રાવેલ્સ બંધ હતી. પરંતુ ટ્રાવેલ્સ શરૂ થઇ છે એવા સંજોગોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા મુશ્કેલી પણ વધી છે.

  • જાણો કયા શહેરમાં કેટલો ભાવ
  • અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.65 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 96.81 રૂપિયા પર પહોંચી ગઈ છે.
  • ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત 98.85 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત 97.01 રૂપિયા પર પહોંચી ગઈ છે.
  • રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.42 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 96.61 રૂપિયા પર પહોંચી ગઈ છે.
  • વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.32 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 96.48 રૂપિયા પર પહોંચી ગઈ છે.
  • જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.57 રૂપિયા, જ્યારે ડિઝલની કિંમત 96.74 રૂપિયા પર પહોંચી ગઈ છે.
  •  જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 99.25 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.43 રૂપિયા પર પહોંચી ગઈ છે.
  •  સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.66 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત 96.85 રૂપિયા પર પહોંચી ગઈ છે.

7 વર્ષમાં પેટ્રોલ ડીઝલની કેટલી વધી કિંમત ? : દર વર્ષે પેટ્રોલ ડિઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ વિતેલા સાત વર્ષમાં કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ ડિઝલમાં 30-35 રૂપિયા પ્રતિ લિટર વધારો જોવા મળ્યો છે.

  • 2014-15- પેટ્રોલ 66.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 50.32 રૂપિયા પ્રતિ લિટર
  • 2015-16- પેટ્રોલ 61.41 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 46.87 રૂપિયા પ્રતિ લિટર
  • 2016-17- પેટ્રોલ 64.70 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 53.28 રૂપિયા પ્રતિ લિટર
  • 2017-18- પેટ્રોલ 69.19 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 59.08 રૂપિયા પ્રતિ લિટર
  • 2018-19- પેટ્રોલ 78.09 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 69.18 રૂપિયા પ્રતિ લિટર
  • 2019-20- પેટ્રોલ 71.05 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 60.02 રૂપિયા પ્રતિ લિટર
  • 2020-21- પેટ્રોલ 76.32 રૂપિયા પ્રતિ લિટર, ડિઝલ 66.12 રૂપિયા પ્રતિ લિટર

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here