લાકડા ભરેલો ટ્રક પેટ્રોલના ટેન્કર સાથે અથડાતા જ ધાડાકા સાથે ફાટી નીકળી મોટી આગ, એક સાથે 9 લોકો બળીને થયા ખાખ..

0
94

રાજ્યમાં અકસ્માતની અનેક દુર્ઘટનાઓ બની રહી છે. આ દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોના એક સાથે મૃત્યુ થઈ રહ્યા છે. અકસ્માતો અચાનક ક્યારે બની જાય છે તે કોઈ કહી શકતું નથી. અવારનવાર ટ્રાફિકને કારણે અકસ્માતો વધતા હોય છે પરંતુ અમુક અકસ્માતો કુદરતી ઘટનાને કારણે સર્જાય છે. અને તેમાં ગણી ના શકાય કેટલા લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે.

આવી જ એક ગંભીર દુર્ઘટના મહારાષ્ટ્રમાં બની છે, મહારાષ્ટ્રમાં ચંદ્રપુર જિલ્લામાં અજયપુર ગામની બહાર આવેલા રસ્તા ઉપર સવારના સમયે એક લાકડાથી ભરેલો ટ્રક અને પેટ્રોલ ભરેલા ટેન્કર સાથે અથડામણ થતા ખૂબ જ ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં લાકડાથી ભરેલા ટ્રકનું ટાયર ફાટવાથી ટ્રક બેકાબૂ બન્યો હતો.

અને આ બેકાબૂ ટ્રકને અટકાવવો ખૂબ જ મુશ્કેલ બની ગયો હતો. આ ટ્રકમાં સાત લોકો બેઠા હતા. અને આ સાત લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. ટ્રકનું ટાયર ફાટવાથી ટ્રકના ડ્રાઈવરને ટ્રક કાબૂમાં લેવો મુશ્કેલ બન્યો હતો. અને એટલામાં જ સામેથી એક ટેન્કર પેટ્રોલ ભરેલું આવી રહ્યું હતું. અને આ પેટ્રોલ ભરેલા ટેન્કર સાથે ટ્રક જોરદારથી અથડાઈ જાય છે.

અને ભયાનક અકસમાંત સર્જાય છે. અને તેને કારણે બંનેના અથડામણથી આગ લાગે છે. લાકડા ભરેલુ ટ્રક ભીષણ આગ પકડી લે છે અને તેને કારણે લાકડા ભરેલા ટ્રકમાં બેઠેલા સાત લોકોનું મૃત્યુ થાય છે. આ સાત લોકો બહાર નીકળી શકતા નથી. અને સામે પેટ્રોલ ભરેલા ટેન્કરમાં ડ્રાઇવર અને તેની સાથે પહેલા વ્યક્તિનો પણ મૃત્યુ થાય છે.

આ અકસ્માત જોઈને આજુબાજુના લોકો આવી પહોંચે છે. આ લોકોને અકસ્માતનો જોરદાર અવાજ સંભળાય છે. અને આગ લાગવાને કારણે લોકો ટ્રક નજીક જઈ શકતા નથી. ટ્રકમાં બેઠેલા લોકોને બચાવવાની ઘણી કોશિશ કરે છે પરંતુ નિષ્ફળ જાય છે. અને તેને કારણે નવ લોકોના થોડી જ વારમાં મોત થઈ જાય છે. અને બંને ટ્રકના આ અકસ્માતથી આગ લાગી હતી.

તે જંગલ વિસ્તાર હોવાથી જંગલમાં ઝાડ પણ સળગવા લાગ્યા હતા. એટલામાં જ ચંદ્રપુરની ફાયર બ્રિગેડને ઉભેલા લોકોએ ઝડપથી ફોન કરી દીધો હતો પરંતુ આ અકસ્માતને કારણે હાઈવે પર બન્ને તરફ વાહનોની ટ્રાફિક જામ થઈ ગઈ હતી. તેને કારણે ફાયર બ્રિગેડને આવવામાં ઘણો સમય લાગી જાય છે. અને આ આગને કાબૂમાં લેવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી.

ત્યારબાદ બપોરના સમયે થતાં આગ કાબુમાં આવે છે અને આ 9 લોકોની લાશને બહાર કાઢવામાં આવે છે પરંતુ આગથી સળગી જવાને કારણે તેને ઓળખવી મુશ્કેલ બને છે. આ ઘટના અંગે ચંદ્રપુરની પોલીસ ત્યાં પહોંચી હતી. અન્ય ઘટના અંગે તે તપાસ કરી રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here