આજકાલ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. દિવસેને દિવસે લોકો અકસ્માતના ભોગ બની રહ્યા છે. અકસ્માતની ઘટનાઓ ક્યારેય કોઈ વાહન સાથે તો ક્યારેક આકસ્મિક રીતે સર્જાઇ જાય છે. અને અમુક અકસ્માત એવા અંધારિયા પણ બની જાય છે તેને કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે.
અને આવા અકસ્માતમાં ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત પણ થવા લાગ્યા છે. ક્યારેક અકસ્માતો ચોંકાવનારા બનવા લાગ્યા છે. હાલમાં જ એવો એક અકસ્માત બની ગયો છે. આ અકસ્માતમાં લોકોને અચાનક જ અણધારી રીતે જાતે જ પોતે પોતાના અકસ્માતના ભોગ બન્યા છે. આ ઘટનામાં વરસાદના કારણે બની હતી.
વરસાદને કારણે ઘણા બધા અકસ્માતો એકસાથે બની ગયા હતા. આ ઘટના વડોદરા શહેરમાં બની હતી. વડોદરા શહેરમાં અલકાપુરી અને સમા વિસ્તારમાં ટુ-વ્હીલર ચાલકો સાથે અકસ્માતો બન્યા હતા. વડોદરા શહેરમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદને કારણે લોકો ઘણા ખુશ પણ જોવા મળ્યા છે.
વડોદરા શહેરમાં વરસાદ વરસવાને કારણે ઘણા બધા રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા પરંતુ અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસવાને કારણે રસ્તાઓ ચીંકણા થઈ ગયા હતા. વડોદરા શહેરમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ક્યારે વરસાદ વરસી શકે તે કોઈ કહી શકતું નથી.
તેને કારણે લોકો પોતાના રોજબરોજના ધંધા માટે પોતાના વાહનો લઈને ઘરની બહાર નીકળ્યા હતા. રસ્તાઓ ઉપર અચાનક જ આવા આકસ્મિક ઘટનાઓના ભોગ બની રહ્યા હતા. વડોદરા શહેરના અલકાપુરી રોડ પર એકસાથે 7 થી 8 ટુ-વ્હીલર ચાલકો પડયા હતા. આ ઘટના વરસાદના આગમનને કારણે રોડ પર ચીકાશવાળા પદાર્થ આવી ગયા હતા.
આખું વર્ષ રોડ ઉપર ઓઈલ તેમજ અન્ય ચીકાશવાળા પદાર્થો અવારનવાર ઘોળાયા હોય છે. તેને કારણે પહેલા વરસાદ વરસવાને લીધેલ રસ્તા પર પાણી આવવાને કારણે આજે ચીકણા પદાર્થો અને પાણી ભેગા ભળવાને કારણે રસ્તા પણ લપસણો બની જાય છે તેને કારણે ટુ-વ્હીલ ચાલકો પોતાની બાઈકને ધીમી કરવા માટે બ્રેક લગાવે ત્યારે અચાનક જ તેઓ સ્લીપ ખાઇ જતા હતા.
આવી ઘટનાઓ એક સાથે ઘણા બધા લોકો સાથે બની હતી. અને એક દિવસમાં 7થી 8 ચાલકો આવી ઘટનાના ભોગ બન્યા હતા. બાઈક ચાલકોને ગાડી સ્લીપ થવાને કારણે રોડ સાથે અથડાવાને કારણે સામાન્ય ઈજાઓ પણ થઈ હતી. આવી અચાનક અને અણધારી ઘટનાઓ લોકો સાથે બની રહી હતી.
લોકોને વરસાદની રાહ જોઈને વરસાદ વરસવાની જેટલી ખુશી હતી. તેટલી જ લોકોને વરસાદને કારણે સર્જાતા અકસ્માતનો ભોગ પણ બનવું પડયુ હતું. અને આ ઘટનાઓ બનતા તે વિસ્તારના મ્યુનિસિપલ કોર્પોરેશનએ આગળ હવે આ અકસ્માતો ન સર્જાય તે માટે કામ હાથ ધર્યું હતું.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!