તાઉ-તે વાવાઝોડું ગત રોજ રાતે ઉના પાસે ગુજરાતના કિનારે ત્રાટક્યું હતું. આ સાથે જ વાવાઝોડાના કારણે જ્યાં જુઓ ત્યાં તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે પવનને કારણે સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં.
મોટા ભાગના રસ્તાઓ પર મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયાં હોવાથી રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જ્યારે વીજપોલ પડવાને કારણે ઘણા વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. અત્યાર સુધીમાં જાનહાનિ ન થઈ હોવાનું જાણવા મળ્યું છે. વાવાઝોડું ટકરાયા બાદ સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
સુરતના ચોક બજાર સોપારીવાળાની ગલીમાં આવેલા રૂમાની મંજિલના બીજા માળની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો.

નવસારીમાં રસ્તા પર પડેલા વૃક્ષને હટાવવાની કામગીરી
ઉનામાં કાર પર હોર્ડિંગ્સ પડ્યું.
ભાવનગરમાં એકસાથે 5થી 7 વૃક્ષો પડતાં રસ્તો બંધ.
ગીર-ગઢડા રોડ પરની પોલીસચોકીને નુકસાન.
ઉનામાં મહાકાય વૃક્ષ ટ્રેક્ટર પર પડ્યું.
ઉનામાં કોમ્પ્લેક્ષનો કાળમાળ નીચે પડ્યો.
ભારે પવન સાથે વરસાદથી કેરીના પાકને ભોર નુકસાન.
જેતપુરના કાગવડ પાસે આવેલ વોટર પાર્કમાં પતરા ઉડ્યા.
સુરતમાં વૃક્ષ રિક્ષા પર પડ્યું.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!