પીકઅપ વાન પલટી મારતા તેમાં સવાર 20 જાનૈયા પટકાયા રોડ પર, ગંભીર અકસ્માત થતા એકઠા થયા લોકોના ટોળે-ટોળા..!

0
119

હાલમાં અકસ્માતની ઘટના ખૂબ જ વધી રહી છે. આ ઘટના દિવસેને દિવસે વધવાને કારણે લોકોના ખૂબ જ મૃત્યુ થઈ રહ્યા છે. લોકો આનંદથી પોતાના કામો કરવા માટે જતા હોય છે. ત્યારે રસ્તામાં ક્યારે આવા અકસ્માતો સર્જાય તે કહી શકાતું નથી. આવા અણધાર્યા અકસ્માતને કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત થાય છે.

આવી જ એક ઘટનામાં ગુજરાત રાજ્યના વડોદરા શહેરના પોર ગામમાં બની છે. આ ઘટનામાં એક વાહનમાં પરિવારના લોકો જાન લઈને જતા હતા. ત્યારે અચાનક વાહન પલ્ટી ખાતા તેની સાથે ખૂબ જ ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ પોર ગામમાં રહેતા એક પરિવારના દીકરાના લગ્ન રમણગામડી ગામે નક્કી કર્યા હતા.

પરિવારના લોકોને પોતાના ઘરે શુભ પ્રસંગ હોવાને કારણે ખુબ જ ખુશ હતા. યુવકનો સંબંધ રમણગામડીની યુવતી સાથે નક્કી કરીને લગ્ન હતા. તેને કારણે એક દિવસ યુવકના લગ્ન હોવાથી પરિવારના લોકો પોર ગામથી રમણ ગામડી તરફ અલગ-અલગ ગાડીઓ અને પીકપ જેવા મોટા વાહનો લઇને જાન લઈને જઈ રહ્યા હતા.

તે સમયે પોર ગામડાના જી.આઇ.ડી.સી પાસેથી પીકપ વાહન પસાર થઈ રહ્યું હતું. આ પીકઅપમાં 20 જેટલા જાનૈયાઓ બેથેલા હતા. અને ત્યાં પીકપ ડ્રાઈવર વાહન ખૂબ જ ઝડપી ચલાવી રહ્યા હતો. પીકપ ડ્રાઈવરે તે સમયે મોટો ઝડપી વણાંક લીધો હતો. ત્યારે પીકઅપ વાનની પાછળની ટ્રોલી ઉછળીને પડી હતી.

તેને લીધે પાછળની ટ્રોલી છૂટી પડી ગઈ હતી. અને તેમાં બેસેલા 20 જેટલા જાનૈયાઓ રોડ ઉપર પડયા હતા. અને ખૂબ જ ખરાબ હાલતમાં તેઓને ઇજા થઇ હતી. રોડ ઉપર પડવાથી બધા ગંભીર રીતે છોલાયા હતા અને કોઈને માથામાં, પગમાં ફેકચર થઇ ગયું હતું. અને લોકો ચીસ પાડી ગયા હતા.

લોકોએ હાહાકાર મચાવતા ત્યાંના આસપાસના લોકો તરત આ ટ્રોલીને ઉંચી કરવા માટે દોડી ગયા હતા. અને જાનૈયાઓ અકસ્માતને કારણે ડરીને બેભાન હાલતમાં થઇ ગયા હતા. અને તેઓ ખૂબ જ ગંભીર હાલતના અકસ્માતમાં ભોગ બન્યા હતા. તેને કારણે આજુબાજુ ઉભેલા લોકોએ તરત જ એમ્બ્યુલન્સ બોલાવી હતી.

અને ઈજાગર્સ્ત લોકોને સારવાર માટે મોકલાયા હતા. અને આ ઘરના અંગે બીજા વાહનમાં બેઠેલા લોકોને ખબર પડતા પરિવારના બીજા સભ્યોએ આ પીકઅપવાળાની ફરિયાદ ત્યાના વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. અને પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી. અને આ પીકાપવાળા સામે તપાસ ચાલુ કરી હતી.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here