આજકાલ સમાજમાં ઘણી બધી ઘટનાઓ ગંભીર બની રહી છે. જેમાં લોકો સાથે મારામારી અને ઝઘડાઓ બનતા જોઈ રહ્યા છીએ. પરિવારમાં જ લોકો એકબીજા સાથે મારામારી અને ઝઘડો કરી રહ્યા છે. આજકાલ લોકો પોતાની દુશ્મનીને કારણે બીજા લોકો સાથે ઝઘડો અને મારામારી કરી રહ્યા હોય છે.
આવી જ એક પરિવાર મારામારીની ઘટના સામે આવી હતી. આ ઘટના ગુજરાત રાજ્યના ગાંધીનગર શહેરમાં બની હતી. ગાંધીનગર શહેરમાં કોલવડા ગામમાં રહેતા જશુભાઇ પટેલ જે ખૂબ જ નામચીત છે. તેનો નાનોભાઈ ઘનશ્યામ પટેલ સાથે આ ઘટના બની હતી. કોલવડા ગામના ઘનશ્યામ વિષ્ણુભાઈ પટેલ તેમની પત્ની અને તેમની દીકરી સાથે પરિવારમાં રહેતા હતા.
ઘનશ્યામભાઈએ ખેડા જિલ્લામાં રહેતા પરિવારની દીકરી રીશીતા સાથે 17 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. ઘનશ્યામ પટેલ અને રિશીતા ગાંધીનગરમાં રહી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘનશ્યામ પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયત પાસે ગેરેજ ચલાવતો હતો. તેને દારૂ પીવાની ખૂબ જ ખોટી આદત ઘણા વર્ષોથી હતી.
ઘનશ્યામ પટેલ ખૂબ દારૂ પીતો હતો તેને કારણે તેનો સ્વભાવ શંકાશીલ બની ગયો હતો. તે ઘરમાં તેની પત્ની રિશીતા સાથે અવારનવાર ઝઘડાઓ કરતો હતો. રિશીતા અને ઘનશ્યામ પટેલની એક દીકરી હતી. તેની ઉંમર 15 વર્ષની હતી. તે 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. અને પરિવારના આ રોજના કંકાસને કારણે દીકરી પર પણ ખૂબ જ ખરાબ અસર પડી રહી હતી.
ઘનશ્યામ પટેલ રોજે દારૂ પીને ઘરમાં આવતો હતો. તેથી રોજેરોજ ઘરમાં ઝઘડો અને મારામારી થવાને કારણે રિશીતા તેની દીકરીને લઈને તેની માતાને ત્યાં દોઢ વર્ષથી જતી રહી હતી. તેની માતા અમદાવાદ ચાંદખેડામાં રહેતી હતી. તેની સાથે દોઢ વર્ષથી માતા દીકરી રહેતા હતા. અને એક અઠવાડિયાથી જ કોલવડા ઘનશ્યામ પટેલ સાથે રહેવા આવી હતી.
પરંતુ ઘનશ્યામ પટેલના સ્વભાવમાં કોઈ જ ફેરફાર દેખાઈ રહ્યો ન હતો. એક દિવસ સવારના સમયે ઘનશ્યામ પટેલે જાગીને દારૂ લીધો હતો. તેને કારણે તેણે રીશીતા સાથે ઝઘડો કર્યો હતો. દીકરી પણ સ્કૂલે ગઈ ન હતી. તેથી તેની સાથે પણ ઝઘડો કરીને તેને પણ ખૂબ જ ખરાબ ગાળો આપી હતી.
ત્યારબાદ રીશીતા ઘરની બહાર વાસણ ધોઈ રહી હતી. ત્યારે તેને રૂમમાં અંદર આવવા કહ્યું હતું. રિશીતા અંદર ન જતાં તેની દીકરી અંદર હતી. તેની સાથે પિતાએ અડપલા કરવાનું ચાલુ કરી દીધું હતું. અને આ 15 વર્ષની દીકરીને પિતા આવું કરતા જોઇને બૂમાબૂમ કરવા લાગી હતી. તે સમયે તરત જ તેની માતા ઘરમાં ગઈ હતી.
ઘનશ્યામ પટેલે દીકરીને પકડી રાખી હતી. તે માટે માતાએ તેને છોડાવવા ખૂબ જ પ્રયત્નો કર્યા હતા પરંતુ દીકરીના હાથમાં પેપર કટર આવી જતાં તેનો આગળનો અણીવાળો ભાગ પિતાના ગળે મારી દીધો હતો. દીકરીએ બચવા માટે પિતાને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. રીશીતાએ પણ રસોડામાંથી લોખંડનો દસ્તો લઇ આવીને ઘનશ્યામ પટેલના માથા પર મારી દીધો હતો.
ત્યારબાદ ઘનશ્યામ પટેલના શરીરમાંથી લોહીના ફુવારા થતા તેની સાથે જ મૃત્યુ થઈ ગયું હતું. મા-દીકરી કલાકો સુધી આ લાશની પાસે બેસી રહ્યા હતા. અને ત્યારબાદ કુટુંબના વ્યક્તિઓને આ ઘટનાની જાણ કરી હતી. પરિવારના સભ્યો ઘરે આવ્યા બાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
માતા દીકરી ઘનશ્યામ પટેલથી કંટાળી ગયા હતા. તેને કારણે બચવા માટે એવા પ્રયત્ન કર્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. અને પોલીસ હજુ આ ઘટનાની તપાસ કરી રહી હતી. પિતાએ જ પોતાની દીકરી પર નજર બગડતા આવું ભોગવું પડ્યું હતું. એક પિતા જ નરાધમ નીકળશે એવું કોઈએ વિચાર્યું ના હોય આવી ઘટનાઓ આજકાલ ખુબ વધી રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!