પિતાના નિધન પછી તેની માસુમ દીકરીઓએ પિતાની અર્થીને કાંધ આપી ગામના લોકોને ચોંકાવી દીધા..વાંચો..!!

0
149

આજના સમયમાં લોકોને ક્યારે શું થઈ જાય છે તે ખબર પડતી નથી. અચાનક જ અનેક રોગો થવા લાગ્યા છે. આજકાલની ખાણીપીણીના ખોરાકો એવા થઈ ગયા છે કે ક્યારે કોને કયો રોગ ભેટી લે તેની ખબર પડતી નથી. અને અનેક રોગો થતા રોગો ક્યારેક જીવલેણ પણ બની જાય છે.

આવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટના રાજકોટ જિલ્લામાં બની હતી. રાજકોટ જિલ્લાના ગોંડલમાં આ ઘટના બની હતી. ગોંડલના રોયલ પાર્કમાં એક પરિવાર રહેતું હતું. આ પરિવારમાં એક યુવાન હિરેન દિનેશભાઈ પુરોહિત રહેતા હતા. અને તેમની પત્ની અને બંને દીકરીઓ સાથે રહેતા હતા.

હિરેનભાઈ 39 વર્ષની ઉંમરના હતા. અને તેમની બંને દીકરીઓ હિતાર્થી અને ઈશા હતી. એક 7 વર્ષની દીકરી અને એક 8 વર્ષની દીકરી હતી. આ હિરેનભાઈ પરિવારના તે એકના એક જ ઘરના આધાર હતા. અને હિરેનભાઈ પોતાની ઘરની ઓફીસ કરીને તેમાં કામ કરી રહ્યા હતા. અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

હિરેનભાઈની ઓફીસ તેના ઘરની નજીક જ આવેલી હતી. એક દિવસ હિરેનભાઈને અચાનક પેટમાં દુખાવાને કારણે તેઓ અમદાવાદ સારવાર માટે ગયા હતા. ત્યારે તેને તાવ આવ્યો હતો. અને તે માટે ડૉક્ટરે તેમને રિપોર્ટ કરાવવા માટે જણાવ્યું હતું હિરેનભાઈ રિપોર્ટ કરાવ્યા બાદ રીપોર્ટમાં કમળાની અસર જોવા મળી હતી.

અને હિરેનભાઈ એ 15 દિવસ ઘરે રહીને આરામ કર્યો હતો. ત્યારબાદ હિરેનભાઈને થોડું સારું લાગતા તેઓ પોતાની ઓફીસ જવા લાગ્યા હતા. અને અચાનક જ એક દિવસ હિરેનભાઈ ઓફિસમાં ઢળી પડયા હતા. ત્યારે તેને પાછા અમદાવાદ સારવાર માટે લઇ જવામાં આવ્યા તો તેનું એકાએક મૃત્યુ થઈ ગયું હતું.

અને અચાનક જ આ ઘટના બની જવાને કારણે લોકો આ ઘટનાને માની શક્યા નહિ. એક હરતા-ફરતા વ્યક્તિને અચાનક જ આવું થઈ જાય છે. અને હિરેનભાઈની બંને દીકરીઓ ખૂબ જ માસૂમ બની ગઈ હતી. અને ડોક્ટરે પરિવાર ને આ વાત જણાવ્યા બાદ તેમનો પરિવાર ખૂબ જ ભાંગી પડયું હતું. કેમકે હિરેનભાઈ પરિવારના એકના એક આધારરૂપ હતા.

અને તેમની આ બંને માસૂમ દીકરીઓને પોતાના પિતાની છત્રછાયા ગુમાવી પડી હતી. હિરેનભાઈને પણ આ બંને દીકરીઓ ખૂબ જ વહાલી હતી. તેથી તેને ખૂબ જ લાડ લડાવ્યા હતા. હિરેનભાઈને પુત્ર ન હતો. તે માટે તેની અંતિમ યાત્રામાં માસુમ નાની-નાની બંને તેની દીકરીઓએ અર્થીને કાંધ આપી .માટલી ઉપાડી હતી. ત્યારે ગામના લોકો આ જોઈને ખૂબ જ રડી પડયા હતા. લોકોને આ જોઈને ખૂબ જ દુઃખ થતું હતું.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here