યુવતી તેના પિતરાઈ ભાઈને પ્રેમ કરી બેઠી, માં-બાપને ભરવું પડ્યું આ પગલું.. ખાસ વાંચજો..!

0
191

ફરી એક વખત સાબિત થયું છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં પાગલ લોકો ક્યારે પાછો વળું ફરી ને જોતા નથી કે તેઓ કોની સાથે પ્રેમ કરી રહ્યા છે કે, તેઓની પ્રેમ કહાની પાછળ કેટલાક લોકો હેરાન થઇ રહ્યા છે. તેઓના મા-બાપને શું પરિસ્થિતિ છે? અથવા તેમના પર શું વિતી રહી છે?

તેઓને કોઇ જ પ્રકારનું ભાન રહેતું નથી. આજકાલના જુવાનિયાઓ તો પ્રેમના નામે નવીન કિસ્સાઓ માં ફસાઈ જતા હોય છે. અથવા તેમના સાથે છેતરપિંડી થતી હોય છે. છતાં પણ તેઓ સુધારવાનું નામ નથી લેતા.

આવો જ એક પ્રેમનો કિસ્સો ગુજરાતના ગોધરામાં સામે આવ્યો છે. જેમાં એક યુવતીને તેના પિતરાઈ ભાઈ સાથે જ પ્રેમ થઈ ગયો હતો. તેના ભાઈ સાથે ના પ્રેમમાં તે આંધળી થઈ ગઈ હતી અને આપઘાત કરવા નીકળી ગઈ હતી.

પિતરાઈ ભાઈ સાથે પ્રેમમાં પડ્યા બાદ તેણે પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરવાની માંગણી કરી હતી. એ માંગણી કોઈ કાળે શક્ય નહોતી તેથી તેના માતા-પિતાએ ચોખ્ખી જ ના પાડી દીધી હતી. અને એને ખૂબ સમજાવી હતી કે આ સંબંધ ક્યારેય શક્ય બનશે નહીં. અને તેની આ જીદ તેના માતા-પિતા પૂરી કરી શકે તેમ નથી.

તેથી તેઓ ના લગ્ન પણ નહીં થાય તેવી વાત યુવતીના માતા-પિતાએ યુવતીને કરી હતી. પરંતુ યુવતી ટસ ની મસ ન થઈ અને જીદ પકડીને બેસી રહી. છેવટે જો તેના લગ્ન તેના પિતરાઈ ભાઈ સાથે ન થાય તો તે આપઘાત કરી લેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જેના લીધે તેના મા-બાપને અભિયમમાં ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી.

અભયમ હેલ્પલાઇન ની મદદથી એક ટીમ તો યુવતીને કાઉન્સિલિંગ કરવા માટે પહોંચી ગઈ હતી અને તેને સમજાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવતી સમજી ગઈ હશે કે કેમ તે અંગે કોઈ જાણકારી મળી શકી નથી.

ખરેખર આ પ્રકારના પ્રેમ પ્રકરણ ભાઈ બહેન જેવા પવિત્ર સંબંધને શરમાવે તેવા છે. આ અગાઉ પણ એક યુવતીને તેના પિતા સાથે પ્રેમ થયો હતો. એ વખતે પણ સોશિયલ મીડિયામાં પૂત્રી અને પિતા ના પવિત્ર સંબંધને લજવનાર લોકો સામે રોષ ઠાલવ્યો હતો.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here