પ્લાસ્ટીકના ગોડાઉનમાં વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ચડયા આસમાને, જોઇને ભલભલા લોકોના હોશ ઉડી ગયા..!

0
97

આજના સમયમાં આપણે કોઈ મોટી કંપનીઓમાં આગ લાગવાની દુર્ઘટનાઓ ખૂબ જ જોઈ રહ્યા છીએ. આ ઘટનાઓમાં કંપનીઓ બળીને ખાખ થઈ જાય છે. અમુક કુદરતી ઘટનાને કારણે આગ લાગે છે તો અમુક કંપનીનની ખામીઓને કારણે આગ લાગે છે. અને તેમાં કામ કરતા તેમના શ્રમિકોને મુશ્કેલીમાં મૂકી દેવાય છે.

આવી જ એક ઘટના સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં બની હતી. માંગરોળ તાલુકામાં પીપોદરા વિસ્તારમાં આવેલી જીઆઇડીસીમાં ખૂબ જ મોટી આગ લાગી હતી. અને આ જી.આઈ.ડી.સીમાં પ્લાસ્ટિકના વેસ્ટિજનું ગોડાઉન હતું. આ ગોડાઉનમાં ખૂબ જ વિશાળ પ્રમાણમાં પ્લાસ્ટિકનો વેસ્ટેજ ભેગું કરવામાં આવ્યું હતું.

એક દિવસ સાંજના સમયે આ ગોડાઉનમાં અમુક શોર્ટ સર્કિટ થવાને કારણે ગોડાઉનમાં વિશાળ પ્રમાણમાં આગ લાગી ગઈ હતી. અને તેને કારણે આ જાણ પહેલા ત્યાના 2 વોચમેનને થઇ હતી. તેઓ આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યા રહેલા આગ ઉપર કાબુ મેળવવાના બાટલા લઈને વોચમેનનો દોડી ગયા હતા.

પરંતુ તેમને તેમનો ઉપયોગ કેમ કરવો તે આવડતું નહોતું. અને આ કંપનીમાં જોખમી વેસ્ટિજ હતું. છતાં પણ ફાયર હાયડ્રેડની સુવિધા એટલા પ્રમાણમાં નહોતી. તેને કારણે આગ એટલી વિશાળ પ્રમાણમાં ફેલાઈ રહી હતી. અને પ્લાસ્ટિક હોવાને કારણે આગ ઝડપી વધી રહી હતી. સળગવાની સાથે-સાથે પવન પણ એટલો જ હતો.

તેને કારણે આ ખુબજ ભીષણ રીતે લાગવા લાગી હતી. અને આ કંપનીમાં કોઈપણ કર્મચારીઓ સાંજનો સમય હોવાથી નહોતા. બધા કર્મચારીઓ પોતાના ઘરે જતા રહ્યા હતા. તેને કારણે કોઇ જાનહાની થઇ નહોતી. આ કંપનીમાં આગ લાગવાથી વોચમેને તરત જ કંપનીના માલિકને ફોન કરી દીધો હતો.

અને ત્યાર બાદ કંપનીના માલિકે નજીકની ફાયરબ્રિગેડને કોલ કરી દીધો હતો. અને ફાયરવિભાગના લોકો તરત જ આવી ગયા હતા. અને તેને સતત પાણીની પાઈપો ચાલુ કરી દીધી હતી. પરંતુ પવનનું જોર હોવાને કારણે આગ કાબુમાં આવતી નહોતી. અને તેને કારણે આખી કંપની બળવા લાગી હતી.

અને આ ખૂબ જ વિશાળ પ્રમાણમાં પ્લાસ્ટિક સળગવાને કારણે ધુમાડાના ગોટેગોટા ખુબ જ દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. લગભગ 3 થી 4 કિમી સુધી આ ધુમાડો જોવા મળ્યો હતો. અને આગ લાગતા આજુબાજુના લોકો તરત જ ત્યાં પહોંચી ગયા હતા. અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા.

પ્લાસ્ટિક સળગવાને કારણે ત્યાનું હવામાન ખરાબ થઇ રહ્યું હતું તેથી લોકોને ત્યાં થી દુર ખસેડાયા હતા. આ આગ લાગવાની ઘટના પીપોદરા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં કંપનીના માલિકે નોંધવી હતી. અને પોલીસ પણ ઘટનાસ્થળે હાજર થઈ ગઈ હતી પોલીસ આ ઘટનાની બનવાનું કારણ જાણી રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here