એરપોર્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અવારનવાર એવા કેટલાય લોકોને પકડી પાડે છે કે, જેઓ વિદેશથી સોનુ ,ચાંદી જેવા કિંમતી પદાર્થો તેમજ હીરા ઝવેરાત અને મોબાઇલ ફોન તેમજ ડ્રગ્સ જેવા કેફી પદાર્થો પણ દાણચોરી કરીને ભારતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે.
અનેક લોકોને ભૂતકાળમાં પોલીસ પકડી ચૂકી છે. છતાં પણ લોકોમાં કોઈપણ પ્રકારનો ભય બેસતો નથી. ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી પોલીસે યુગાન્ડાથી આવતા બે મુસાફરોની ધરપકડ કરી છે. તમને જાણીને નવાઈ થશે કે આ બંને યુવકો એટલા ચાલાક હતા કે તેની ચાલાકી જોઇને પોલીસ પણ ચક્કર ખાય ગઈ છે…
હકીકતમાં પોલીસને બાતમી મળી હતી કે શારજાહ થી અમદાવાદ આવતી ફ્લાઈટમાં એક પતિ-પત્ની આવી રહ્યા છે. જેની પાસે અંદાજે બે કિલો જેટલું હિરોઈન હોવાની સંભાવના રહેલી છે. આ બાતમી મળતાની સાથે જ પોલીસે એરપોર્ટ ઉપર કાફલો ખડકી દીધો હતો. અને આ યુવકોને પકડી પાડવા માટે તમામ લોકો સજ્જ થઈ ગયા હતા.
શારજાહ થી આવેલી ફ્લાઈટમાં લોકો ચેકિંગ કરાવી રહ્યા હતા. એ સમયે પોલીસે યુગાન્ડાના એક કપલને પકડી પાડયું હતું. કપલના પકડતાની સાથે જ તેઓ હેબતાઈ ગયા હતા. અને ગોળ ગોળ વાતો ફેરવવા લાગ્યા હતા. એટલા માટે પોલીસનો શક ધીમે ધીમે સત્યાર્થતા મા બદલાવવા લાગ્યો હતો…
પોલીસે બંને લોકોનું સીટી સ્કેન કરવું કર્યું તો તેમાં જણાવ્યું કે એક વ્યક્તિના પેટમાં તેમજ એક વ્યક્તિના ગુદામાર્ગમાં કેટલી કેપ્સુલ મળી આવી હતી. ડોક્ટર ની મદદથી આ કેપ્સુલ અને તેમના પેટને ગુદા માંથી બહાર કાઢવામાં આવી હતી. તેમજ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું કે આખરે આ વસ્તુ છે શું..?
તપાસ કરતાં જાણવા મળી કે આ એક કેપ્સુલ છે. જેમાંથી હિરોઈન મળી આવ્યું છે. આ માહિતી મળતાની સાથે જ આ બંને લોકોની ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ તેઓ પાસેથી કુલ 165 જેટલી કેપ્સુલ મળી આવી છે. જેમાં અંદાજે બે કિલો જેટલું ડ્રગ્સ છે.
પોલીસે ડ્રગ્સનો તમામ જથ્થો પકડી પાડયો છે. અને નાર્કોટિક્સ વિભાગને સોંપી દીધો છે. તેમજ આ બંને યુવકોને કડક પૂછતાછ કરીને અન્ય કોઈ લોકો સાથે જોડાયેલા છે કે નહીં..? આ સમગ્ર બાબતે પોલીસ તપાસ કરી રહી છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી પોલીસે ડ્રગ્સ અને અફીણ જેવા કેફી પદાર્થોનો ધંધો કરતા અન્ય કેટલાક યુવકોને પકડી પાડયા છે..
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!