હાલમાં લોકોએ પૈસા કમાવવા માટે અનેક ધંધો કરતા હોય છે. અને આ ધંધાઓ સાચા માર્ગના કે ખોટા માર્ગના એ કોઈ જોતું નથી અને જેમાંથી પૈસા વધુને વધુ મળે છે એવા ધંધા તરફ દોરી જાય છે પછી તે ભલે ખોટા હોય. આજકાલ યુવાન પેઢી આવા ખોટા માર્ગ અપનાવીને અનેક ગેરકાનૂની ધંધો કરતા હોય છે. સરકાર આ ગેરકાનૂની ધંધાઓ બંધ કરાવવા માટે અનેક પ્રયાસો કરી રહી છે.
આવી જ એક ઘટના ગુજરાતના સુરત શહેરમાં નશાનો કારોબાર કરતી એક ટુકડીની ધરપકડ કરવામાં આવી છે. આ ટુકડી નશીલા પદાર્થોનો ધંધો કરી રહી હતી. અને આ યુવાન પેઢીને ખોટા માર્ગે દોરી રહી હતી. આવી રીતે ગેરકાનૂની ચાલતા કારોબાર માટે બીજા રાજ્યોમાંથી માલની હેરાફરી થઇ રહી છે.
આ કારોબાર ઓરિસ્સાથી સુરતમાં નશીલા પદાર્થની હેરાફેરી થઈ રહી હતી. અને સુરતમાં આ માલ પહોંચાડવામાં આવતો હતો. તેમાં ત્રણ યુવાનોને પોલીસે પકડી પાડયા છે. આ ત્રણ યુવાનોનું નામ ઉર્ફે બાદલ સુરેન્દ્ર મુડુલી અને નારાયણ ધ્વીતી શાહુ અને રાહુલકુમાર રમેશચંદ્ર શાહ ની ધરપકડ કરી હતી.
પોલીસે આ ત્રણેય યુવાનોને ઉધના સ્ટેશનને થી નશીલો પદાર્થ લઈને પકડી પાડયા છે. આ યુવાનોને ઓરિસ્સાથી સુરતમાં નશીલા પદાર્થ લઈને સુરત જવાની ટિકિટ આપીને ત્યાંથી રવાના કર્યા હતા. પરંતુ તેમને કહેવામાં આવ્યું હતું કે ભલે સુરતની ટિકિટ હોય પરંતુ સુરતની આગળ ઉધના સ્ટેશને તેમને ઉતરી જવા માટે કહ્યું હતું.
અને ઉધના સ્ટેશન પાસે ઓરિસ્સામાં નશીલા પદાર્થોનો વેપાર કરતો ઓરિસ્સાના યુવાનનો મિત્ર રહેતો હતો. અને આ નશીલા પદાર્થ ઉધના તેના મિત્રને ત્યાં પહોંચાડવાનો હતો. તેના મિત્રનું નામ બિચુ ઉર્ફે અમર મુની હતું. અને આ 3,00,350 જેટલા નશીલા પદાર્થોની હેરાફેરી થઈ રહી હતી. તેમા 30 કિલો 35 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે આ ત્રણેય યુવાનોને પકડી પાડયા હતા. અને તેમના માલિકને પણ પકડી પાડયો હતો. તેઓ ઓરિસ્સા પોલીસના કબજામાં છે. આ ગાંજાની હેરાફેરી અટકાવવા માટે પોલીસ ઘણા ટાઈમથી પ્રયાસો કરી રહી હતી. અંતે પોલીસે ઉધના સ્ટેશન પાસેથી આ ત્રણ યુવાનોને પકડી પાડયા હતા. અને સુરતમાં પણ ગાંજો હેરાફેરી કરતી તે ટુકડીને પકડી પાડી હતી.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!