આધુનિક પેઢી સમાજમાં રહીને ગુનાખોરીની પ્રવૃત્તિઓ કરી રહી છે. ગુનાખોરીની પ્રવૃત્તિમાં અલગ-અલગ નશાના પદાર્થો વેચી રહી છે.આ નશાના પદાર્થો દ્વારા નશો કરીને લોકો પોતાના સ્વાસ્થ્ય બગાડી રહ્યા છે. આગામી સમાજની યુવાન પેઢી આજકાલ આવા ખરાબ રસ્તે ચડીને સમાજને બદનામ કરી રહ્યા છે. અને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
આવી જ એક ગુનાખોરીની ઘટના મહેસાણા જિલ્લામાં બની હતી. મહેસાણા જિલ્લાના ઊંઝામાં આ નશાખોરીની પ્રવૃત્તિ ઘણા સમયથી કરવામાં આવતી હતી. ઊંઝામાં ગંજ બજારમાં એક ઓરડીમાં આ ઘટના બની રહી હતી. ગંજ બજારમાં ગોદારા સતારામ અને ગોદારા ગમડારામ ભાડે ઓરડી રાખીને ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા હતા.
આ ઓરડી ગંજ બજારમાં શ્રીજી ટ્રેડિંગની સામે ધાબામાં બનાવવામાં આવી હતી. ઓરડીમાં 22 વર્ષના ભોજારામ ગોદારા અને 16 વર્ષનો કિશોર ડ્રગ્સને કોથળીઓમાં ભરી રહ્યા હતા. કોથળીમાં ડ્રગ્સ ચમચી વડે ભરીને કોથળીઓ તૈયાર કરીને માર્કેટમાં વેચવા જતા હતા. ગોદારા સતારામ અને ગોદારા ગમડારામ ઘણા સમયથી આ ડ્રગ્સનો ધંધો કરી રહ્યા હતા.
તેઓ બધી જગ્યાએ છૂટક મજૂરીઓ કરવા માટે જતા હતા. કોઈને ડ્રગ્સ લેવું હોય એવી જાણ થાય તો તેને ટ્રક્સ વેચતા હતા. ઓરડી એવી બનાવવામાં આવી હતી કે જેમાં કોઈને શંકા પણ જતી ન હતી. તેઓ બધી જગ્યાએ છૂટક મજૂરીઓ કરતા હતા. તેથી લોકોને મજૂરો રહે છે તેમ લાગતું હતું.
પરંતુ એક દિવસ મહેસાણા પોલીસને આ વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ થઇ રહ્યું છે એમ ખબર પડતા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે કડક નજર રાખવાની ચાલુ કરી દીધી હતી. અને દોઢ મહિનાથી ઊંઝાના અલગ અલગ વિસ્તારમાં પહેરવેશ બદલીને ડ્રગ્સનું ઠેકાણું ક્યાં છે તે શોધી રહ્યા હતા. અને અલગ-અલગ માર્કેટમાં ધ્યાન રાખી રહ્યા હતા.
એક દિવસ વેચવા આવેલા મજૂરે બીજા વ્યક્તિને ડ્રગ્સ આપતા જોઈને તેની પાછળ પાછળ સુધી પોલીસ પહોંચી ગયા હતા. પોલીસ કર્મચારીઓ મજબૂર, વેપારી, સફાઈ કામદારો પણ બન્યા હતા. આમ ધ્યાન રાખીને ડ્રગ્સની ઓરડી સુધી પહોંચીને ડ્રગ્સના વેચાણનું સ્થળ શોધી પાડયું હતું.
અચાનક એક દિવસ મહેસાણા પોલીસ ઓરડી પહોંચી ગઈ હતી. અને 30,91,600નું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ડ્રગ્સ વેચતા ગોદારા સતારામ અને ગોદારા ગમડારામને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસ હજુ આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!