આજના સમયમાં મારામારી અને .હ.ત્યાની ઘટનાઓ વધી રહી છે. દિવસેને દિવસે મારામારીની ઘટના વધી જાય છે. લોકો એકબીજા સાથે નાની-નાની વાતમાં ઝઘડો કરીને લોકો સાથે મારામારી કરી રહ્યા છે. એકબીજા સાથે દુશ્મનાવટને કારણે પણ મારામારી કરીને લોકોની .હ.ત્યા કરી રહ્યા છે.
સમાજમાં આવી ખરાબ ઘટનાઓ બનવાને કારણે આજની યુવાપેઢી પર પણ અસર પડી રહી છે. આવી જ એક મારામારીની ઘટના સામે આવી હતી. આ ઘટના રાજકોટ જિલ્લામાં બની હતી. રાજકોટ જિલ્લામાં હેમુ ગઢવી હોલ પાસે આવેલી ખાણીપીણીની બજારમાં રજાકભાઈ પીપરવાડીયા પોતાની ઈંડાંની લારી ચલાવે છે.
તેઓ પોતાના માણસો સાથે આ લારી ચલાવતા હતા. ક્યારેક ક્યારેક તેનો દીકરો પણ તેને મદદ કરવા માટે લઈ આવતો હતો. તેના દીકરાની ઉંમર 12 વર્ષની હતી. તેનું નામ હેદર હતું. પિતા-પુત્ર એક દિવસ રાતના સમયે ઈંડાંની લારી ચલાવતા હતા. અને ત્યાં નાસ્તો કરવા આવતા લોકોને નાસ્તો બનાવી આપતા હતા.
તે સમયે પોલીસ કર્મચારીઓ ધમભા ઝાલા, ગજુભા પરમાર, નવદીપ સિંહનો દિવ્યાંગ પિતરાઈ ભાઈ અને તેની સાથે તેના 5 મિત્રોએ ઈંડાની લારીએ નાસ્તો કર્યો હતો. નાસ્તો કર્યા બાદ આ 8 વ્યક્તિઓ ચાલવા લાગ્યા હતા. તેઓએ રજાકભાઈને પૈસા આપ્યા ન હતા. તે માટે રજાકભાઈએ પૈસા ન આપતા પાછળ જઈને પૈસા માગ્યા હતા.
તે સમયે પોલીસ કર્મીઓએ પોતાની ખાખીનો રોફ જમાવ્યો હતો. તેઓએ ગુસ્સે થઈને કહ્યું હતું, ‘અમે પોલીસ છીએ અમારે પૈસા ન આપવાના હોય’ એમ કહીને ઈંડાની લારી ચલાવતા રજાકભાઈ અને તેના પુત્રને માર માર્યો હતો. બેફામ બોલ્યા પણ હતા અને લારીએ ઉભેલા રજાકભાઈ અને તેમનો પુત્રને ઢોરમાર માર્યો હતો.
પુત્રને બચાવવા રજાકભાઈ પ્રયાસ કરી રહ્યા હતા. ઈંડાની લારીની વસ્તુ પર ઘણી તોડફોડ કરી નાખી હતી. રજાકભાઈના પુત્રને ધોકે ધોકે માર્યો હતો. ઘણા ધોકા મારવાને કારણે તેના હાથમાં ફ્રેકચર પણ થઇ ગયું હતું. રજાકભાઈને પોલીસ કર્મીઓ પાસેથી 120 રૂપિયા લેવાના હતા.
છતાં પણ રજાકભાઈને પૈસા આપવાને બદલે પોલીસોએ દાદાગીરી કરીને પિતા-પુત્ર ઢોર માર માર્યો હતો. ઢોરમાર મારીને પોલીસ કર્મીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ આસપાસના લોકોએ રજાકભાઈ અને તેના દીકરાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. સારવાર દરમિયાન રજાકભાઈએ કહ્યું હતું કે..
‘હું પોલીસ કર્મીના પટ્ટા ઉતારવાનો છું, ભલે મારી લારી બંધ કરાવી દે પરંતુ મારા 12 વર્ષના દીકરાને શું કામ મારવો જોઈએ’ આમ કહેતા રજાકભાઈ પોતાના દીકરાની ગંભીર હાલત જોઈને રડી પડ્યા હતા. રજાકભાઈએ પોલીસ કમિશનરને આ ઘટનાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ કર્મીઓ સામે કડક પગલાં લેવા વિનંતી કરી છે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!