પોલીસને બાતમી મળતા પોલીસે પીછો કર્યો, ટ્રક ઉભો રખાવીને જોયુ તો મળ્યું એવું કે જોઈને ઉડી ગયા હોશ..!

0
108

ગુજરાત સહિતના ઘણા બધા રાજ્યોમાં કડક દારૂ બંધી કરવામાં આવી છે. અને સૌ કોઈ લોકો જાણે છે કે જે રાજ્યમાં દારૂબંધી છે. તે જ રાજ્યમાં સૌથી વધારે દારૂનું વેચાણ થાય છે. ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત વિસ્તારમાં દારૂનું ઘૂસણખોરી કરીને વેચાણ કરવું એ ખુબ જ ખોટી બાબત છે.

આ ઉપરાંત ઘણીવાર જયારે જયારે પણ આવી ઘટનાઓ આપણી સામે આવતી હોય તેની પાછળ ના કારણો જાણવા ખુબ જ જરૂરી બની જતા હોય છે. હાલ પલસાણા વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતો ટ્રક પોલીસે ઝડપી પાડયો હતો. આ ટ્રક પલસાણા વિસ્તારના બલેશ્વર ગામ પાસેથી નીકળતા.

નેશનલ હાઈવે 48 પરની નાકાબંધી પરથી ઝડપી પાડયો હતો. આ ટ્રકમાં વિદેશી દારૂ હેરાફેરી કરવામાં આવતી હતી. આ ટ્રકની માહિતી મળી હતી કે મુંબઈ તરફથી વિદેશી દારૂ મોટા જથ્થામાં ભરી  અમદાવાદ તરફ આવી રહ્યો હતો. અને માહિતી પલસાણા પોલીસના પી.એસ.આઇ ચેતનભાઇ ગઢવીને મળી હતી.

આ વિદેશી દારૂ ભરેલા ટ્રકની  નાકાબંધી દરમિયાન મોટા પ્રમાણમાં પકડી પાડયો હતો. આ ટ્રકમાંથી 17,19,600નો દારૂનો જથ્થો મળ્યો હતો. આ ટ્રક ડ્રાઇવરને પણ પોલીસે ઝડપી પાડયો હતો. ડ્રાઇવર રાજસ્થાનના બાડમેરમાં રહેતો હતો. તેમનું નામ બળવંત કૃષ્ણરામ બીસ્ન્નોઈ હતું.

તેમની ઉંમર ૨૬ વર્ષની હતી. અને તેને કહેવા પ્રમાણે ટ્રક મુંબઈથી અમદાવાદ તરફ દારૂની હેરાફેરી કરતો હતો. આજકાલ લોકો પૈસા કમાવા માટે આવા ધંધો કરતા હોય છે. તેમાં અમુક ધંધામાં ગેરકાનૂની ધંધો કરતા હોય છે લોકો આજકાલ ગેરકાનૂની ધંધા સરકારથી છુપાઈ છુપાઈને ખાનગી રીતે કરતા હોય છે.

આ ગોવાથી દારૂ ભરાવનાર સુનિલ બીસ્ન્નોઈ અને આ દારૂ મંગાવનાર અજાણ્યો જુવાન મળીને દારૂની હેરાફેરીના  ધંધો કરતા હતા. જેને પોલીસે પકડી પાડયા છે અને તેમના તપાસ હાથ ધરી છે. આવા ગેરકાનૂની ધંધાઓ કરતા મોટા વેપારીઓને પકડવા સરકાર સતત કામ કરી રહી છે .

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here