આધુનિક સમયમાં સમાજમાં લોકો ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરીને ખૂબ જ પૈસા કમાઈ રહ્યા છે. આજકાલ લોકો ખોટા માર્ગો અપનાવીને ગેરકાનુની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. દારૂ અથવા બીયર જેવી નશીલા પદાર્થો વેચીને લોકો લાખો પૈસા કમાઈ રહ્યા છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેચાણ થઈ રહ્યું છે.
આવી નશાખોરીની પ્રવૃત્તિઓ કરતા લોકો સામે પોલીસ હાલમાં કડક પગલાં લઈ રહી છે. આવી નશાખોરીની પ્રવૃત્તિઓ કરતા લોકો સામે સરકારે કડક નિયમો બનાવ્યા છે. છતાં પણ ખુલ્લે આમ લોકો દારૂની હેરાફેરી કરી રહ્યા છે. બમણા પૈસા કમાવા માટે ખોટી પ્રવૃત્તિઓ કરીને લોકો આજકાલ સમાજની યુવાન પેઢીને પણ ખરાબ રસ્તે લઈ જઈ રહ્યા છે.
સમાજના લોકોના સ્વાસ્થયને નુકસાન પહોંચાડતા પદાર્થો વેચીને લોકોના હિતની નુકસાન પહોંચાડી રહ્યા છે. યુવાન પેઢીને આવા દારૂ જેવા નશીલા પદાર્થો વેચીને તેઓની જિંદગીને ખરાબ કરી રહ્યા છે. રાજ્યમાં બુટલેગરો દારૂની ખુલ્લેઆમ હેરાફેરી કરી રહ્યા છે. દારૂની હેરાફેરી કરવા માટે અનેક નવી નવી ટેકનીકનો ઉપયોગ કરી રહ્નેયા છે.
એક જગ્યાએથી બીજી જગ્યાએ દારૂ પહોંચાડી રહ્યા છે. બુટલેગરો આવી અવનવી તર્કિબો કરીને દારૂની હેરાફેરી કરી રહ્યા છે. અલગ અલગ તરકીબ અજમાવીને દારૂ વેચી રહ્યા છે. જેને કારણે કોઈને શંકા ન જાય એવી કીમયો કરીને આજકાલ દારૂનો ધંધો કરી રહ્યા છે. આવી જ એક દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પકડાયાની ઘટના રાજકોટ જિલ્લામાં બની હતી.
રાજકોટ જિલ્લામાં આવો ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. રાજકોટ જિલ્લામાં સોખડા ચોકડી પાસેથી એક એમ્બ્યુલન્સને પકડવામાં આવી હતી. આ એમ્બ્યુલન્સ સદભાવના હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી. સદભાવના હોસ્પિટલએ ખૂબ જ રાજકોટની પ્રખ્યાત હોસ્પિટલ છે.
એમ્બ્યુલન્સ ચાલક વિજયભાઈ ટાભાભાઈ વાઘેલા ઘણા સમયથી હોસ્પિટલની એમ્બ્યુલન્સ ચલાવી રહ્યા હતા પરંતુ એક દિવસ પોલીસ કમિશનરને બાતમી મળી હતી કે એમ્બ્યુલન્સ દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. તે માટે પોલીસ કમિશનરે સોખડા ચોકડી પાસે ચેકિંગ ચાલુ કર્યું હતું. આ એમ્બ્યુલન્સ આ રસ્તેથી અવારનવાર પસાર થતી હતી.
તે માટે એમ્બ્યુલન્સ ચોક્કસ સમયે નીકળતા તેને ઉભી રાખવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓએ એમ્બ્યુલન્સનો ચેકિંગ કરતા સમયે એમ્બ્યુલન્સ ચાલક વિજયભાઈએ જણાવ્યું હતું કે તેમાં દવાના બોક્સો પડ્યા છે પરંતુ ચેકિંગ દરમિયાન બોક્સમાંથી દારૂની બોટલો મળી આવી હતી. ત્યારબાદ બોક્સમાંથી કુલ ટોટલ 59 દારૂની બોટલો મળી હતી.
પોલીસની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે આ હોસ્પિટલમાં ઘણા સમયથી દારૂની હેરાફેરી ચાલી રહી હતી. અને આ દારૂ સુરેશભાઈ જીતીયા નામના યુવકે મંગાવ્યો હતો. સુરેશભાઈની સાથે નરેશભાઇ જીતીયા પણ આ કામમાં સંકળાયેલા હતા. દારૂ મોકલનાર વ્યક્તિ સુરેન્દ્રનગરમાં રહેતો હતો. સુરેન્દ્રનગરના ચાંપરાજ કાઠી ની તપાસ પોલીસ કરી રહી હતી.
ઘણા સમયથી સુરેન્દ્રનગરથી દારૂ મોકલવામાં આવતો હતો. આ દારૂ સુરેશભાઈ જીતીયા અને નરેશભાઈ જીતીયાને પહોંચાડવામાં આવતો હતો. તે માટે એક દિવસ પોલીસના ચેકિંગ દરમિયાન આ દારૂની હેરાફેરીનું કાવતરું સામે આવ્યું હતું. રાજકોટ શહેરમાં દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે. અને તેની હેરાફેરી પણ ખૂબ જ ચાલી રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!