આધુનિક યુગમાં લોકો નવી-નવી ટેકનીકો અપનાવીને અનેક ગેરકાનૂની કામ કરી રહ્યા છે. આજકાલ લોકો ખોટા માર્ગ અપનાવીને ઘણી ગેરકાનૂની પ્રવૃત્તિ કરે રહ્યા છે. લોકો પૈસા કમાવવા માટે ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરીને બીજા લોકોને ખરાબ રસ્તે દોરી રહ્યા છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂનો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.
ગેરકાનૂની રીતે દારૂની એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ખુલ્લેઆમ હેરાફેરી થઈ રહી છે. આવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં બની હતી. જૂનાગઢ જિલ્લાના ગીર સોમનાથમાં 2 યુવકો ગેરકાનૂની પ્રવૃત્તિ કરતાં ઝડપાઈ ગયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ઉના થી કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દારૂની હેરાફેરી કરી રહ્યા હતા.
આ યુવકો અવારનવાર કેન્દ્રશાસિત દીવથી ઉના નજીક હોવાને કારણે ટુ-વ્હીલર લઈને આ દારૂની હેરાફેરી કરી રહ્યા હતા. અને એક દિવસ ગીર સોમનાથના ઉના તાલુકામાં એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે ગામ પાસે પહોંચતા જાણવા મળી હતી કે, બે યુવકો બાઈકમાં દીવ તરફથી ઇંગ્લિશ દારૂ ભરીને ગીર-ગઢડા તરફ આવી રહ્યા છે.
તે સમયે ખાપટ ગામ પાસે ઉભેલા પોલીસોએ આ ડબલ સવાર બાઇક પસાર થતાં પોલીસે બાઇકના યુવકોને ઊભા રાખ્યા હતા. અને શંકાના આધારે બંને યુવકોની તપાસ કરવામાં આવી હતી. યુવકનું નામ મનીષ કિશનભાઇ બાંભણિયા હતું. તેની ઉંમર 19 વર્ષની હતી. અને બીજા યુવકનું નામ જયેશ ધીરુભાઈ કામળિયા હતું.
તેની ઉંમર 25 વર્ષની હતી. આ બંને યુવકોની તપાસ દરમિયાન બાઈકની સીટ નીચે દારૂની બાટલો સંતાડવામાં આવી હતી. સીટ તોડીને તેમાં ચોરખાનું બનાવીને દારૂની બાટલી મૂકી દીધી હતી. અને પેટ્રોલની ટાંકીમાં તથા સાઈડના પડખામાં ચોરખાના બનાવીને દારૂની બાટલો સંતાડવામાં આવી હતી. કોઈને ખબર પણ પડતી ન હતી.
આ ચોરખાનામાં છુપાયેલો દારૂનો જથ્થો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અલગ અલગ બ્રાન્ડની કુલ 67 બોટલો મળી આવી હતી. અને એક બોટલની કિંમત 3,350 હતી. આ દરમિયાન બાઇકમાંથી 18,000 રૂપિયાનો દારૂ પોલીસને મળી આવ્યો હતો. ગીર સોમનાથના ઉનાથી નજીક પડતા કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દારૂની હેરફેરી યુવકો આ ટેકનીકથી અવારનવાર કરતા હતા.
આમ યુવકો આવી અવનવી ટેકનિકો કરીને ગેરકાનૂની દારૂની હેરાફેરી અવારનવાર કરતા હોય છે પરંતુ પોલીસને ધરપકડ દરમ્યાન આ વિદેશી દારૂના જથ્થા સાથે યુવકો ઝડપાય જતા હોય છે અને આપણે અગાઉ પણ જાણ્યું હતું કે એમેઝોનના પાર્સલમાં અથવા તો કેરીના બોક્સમાં દારૂ ભરીને ગુજરાતમાં દાર ની હેરફેર કરવામાં આવી રહી હતી. પોલીસ આ યુવકોની દારૂના ગોડાઉનની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!