આધુનિક સમયમાં સમાજમાં લોકો ખોટી પ્રવૃત્તિઓ કરીને ખૂબ જ પૈસા કમાઈ રહ્યા છે. આજકાલ લોકો બીજા લોકોને છેતરીને આવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આમ ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરીને લોકો બમણા પૈસા કમાઈ રહ્યા છે. ખોટી પ્રવુતિ કરીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.
પરંતુ સમાજના સ્વાસ્થયને નુકસાન થતા પદાર્થો વેચીને લોકોના હિતને નુકસાન પહોંચાડી રહ્યા છે. આવી ખરાબ ઘટનાઓ કરીને લોકો આજની યુવાન પેઢીને ખરાબ માર્ગે દોરી રહ્યા છે. રાજ્યમાં બુટલેગરો દારૂની ખુલ્લેઆમ હેરાફેરી કરી રહ્યા છે. અને દારૂની હેરિફેરી કરવા માટે અનેક નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ દારૂ પહોંચાડી રહ્યા છે.
બુટલેગરો અવનવી તરકીબો કરીને દારૂની ખુલ્લેઆમ હેરાફેરી કરી રહ્યા છે. સરકારના કાયદા વિરુદ્ધ દારૂની ગેરકાનોની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આવી જ ગેરકાનૂની પ્રવૃત્તિની ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. અમદાવાદ શહેરમાં એક બુટલેગર પકડાઈ ગયો હતો.
પોલીસની નજરમાંથી બચીને ઘણા સમયથી દારૂની હેરાફેરી રાજસ્થાનથી અમદાવાદ કરી રહ્યો હતો. પરંતુ એક દિવસ પોલીસોના કડક ચેકિંગ દરમિયાન એક ગાડીમાંથી લાખો રૂપિયાનો કિંમતી વિદેશી દારૂ મળી આવ્યો હતો. રાજસ્થાનથી શ્રવણ ખરાડી નામનો યુવક ઘણા સમયથી દારૂની હેરફેર ગુજરાતમાં કરી રહ્યો હતો.
શ્રવણ ખરાડી ડુંગરપુરમાં રહેતો હતો. તે અમદાવાદમાં નિશાંત શર્મા નામના યુવકને દારૂની હેરફેર કરીને દારૂ પહોંચાડી રહ્યો હતો. આ યુવક એક ભાડાની ગાડી રાખતો હતો. અને તેમાં સેલ્ફ ડ્રાઈવ માટે ડ્રાઇવરો રાખીને દારૂની હેરફેર કરાવતો હતો. લાખો રૂપિયાનો વિદેશી દારૂની હેરાફેરી ખુલ્લેઆમ થતી હતી.
અમદાવાદમાં લાંબા ઇન્દિરાનગરમાં રાજસ્થાનથી આ વિદેશી દારૂ લાવીને મૂકવામાં આવતો હતો. કીમતી ગાડીઓ ભાડે લઈને તેમાં ડ્રાઇવર રાખીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. જેથી કોઈને શંકા જતી ન હતી. પરંતુ એક દિવસ ચેકિંગ દરમિયાન પોલીસને આ દારૂનું રહસ્ય મળી ગયું હતું. અને વિદેશી દારૂની હેરાફેરી કરતી ગાડીને પકડી પાડવામાં આવી હતી.
ત્યારબાદ આ દારૂનું બ્રેકેટ બહાર આવ્યું હતું. આજકાલ લોકો અવનવી તકનીમો કરીને બીજા લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. અને સમાજ વિરોધની પ્રવૃત્તિઓ કરીને લાખો રૂપિયા લોકો કમાઈ રહ્યા છે. દારૂની ખુલ્લેઆમ હેરાફેરી કરતા બુટલેગરોને પકડીને પોલીસ પૂછપરછ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!