આધુનિક સમયમાં સમાજમાં લોકો ખોટી પ્રવૃત્તિઓ કરીને ખૂબ જ પૈસા કમાઈ રહ્યા છે. આજકાલ લોકો ખોટા માર્ગો અપનાવીને ગેરકાનોની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. દારૂ અથવા બીયર જેવી નશીલા પદાર્થોની વેચાણ કરીને લોકો લાખો પૈસા કમાય રહ્યા છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે.
આવી નશાખોરીની પ્રવૃત્તિઓ વધતા સરકારે ઘણા બધા કડક નિયમો બનાવ્યા છે છતાં પણ ખુલ્લેઆમ લોકો દારૂની હેરાફેરી કરી રહ્યા છે. બમણા પૈસા કમાઈ રહ્યા છે. ખોટી પ્રવૃત્તિઓ કરીને લોકો આજકાલ સમાજની યુવાન પેઢીને પણ ખરાબ રસ્તે લઈ જઈ રહ્યા છે. સમાજના લોકોના સ્વાસ્થ્યની નુકસાન પહોંચાડતા પદાર્થો વેચીને લોકોના હિતને નુકસાન પહોંચાડી રહ્યા છે.
યુવાન પેઢીને આવા દારૂ જેવા નશાના પદાર્થો વેચીને તેઓની જિંદગીને ખરાબ કરી રહ્યા છે. આવી જ રીતે રાજ્યમાં બુટલેગરો દારૂની ખુલ્લી આમ હેરાફેરી કરી રહ્યા છે. દારૂની હેરાફેરી કરવા માટે અનેક નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ દારૂ પહોંચાડી રહ્યા છે. બુટલેગરો અવનવી તરકીબો કરીને દારૂની હેરાફેરી કરી રહ્યા છે.
અલગ અલગ તરકીબો અજમાવીને દારૂ વેચી રહ્યા છે. કોઈને શંકા ન જાય એવી કીમિયો કરીને આજકાલ દારૂનું ધંધો કરી રહ્યા છે. આવી જ એક દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પકડાયાની ઘટના બોટાદ જિલ્લામાં બની હતી. બોટાદ જિલ્લામાં બરવાળા પાસે કાપડીયાળી રોડ ઉપર આ ઘટના બની હતી. બરવાળા તાલુકાના આ ગામમાં ઘણા સમયથી બુટલેગરો દારૂની હેરાફેરી કરી રહ્યા હતા.
બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અપનાવતા નુસખાને જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે. બુટલેગર વધારે દારૂની હેરાફેરી કરવા માટે ઓઇલ ટેન્કરમાં ચોરખાનું બનાવીને કરી રહ્યા હતા. બુટલેગરો અવનવા કીમીયા કરીને કાપડીયાળી રોડ ઉપરથી દારૂની હેરાફેરી કરી રહ્યા હતા. કાપડીયાળી રોડની આસપાસના ખેતરમાં દારૂનું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું.
તે જગ્યાએ દારૂના જથ્થાને મૂકવામાં આવતો હતો. દારૂ અને બીયરનો મોટો જથ્થો આ ગોડાઉનમાં ભેગો કરીને ત્યારબાદ અલગ અલગ વિસ્તારોમાં દારૂનું વેચાણ કરવામાં આવતું હતું. એક દિવસ બરવાળા પીએસઆઇને આ દારૂના ગોડાઉનની બાતમી મળતા તેઓ પોતાના સ્ટાફ સાથે મોડી રાત્રે આ ખેતરમાં બુટલેગરોને પકડવા માટે દોડી ગયા હતા.
તે સમયે ખેતરમાં ઓઇલ ટેન્કર જોવા મળ્યું હતું. ઓઇલ ટેન્કરમાં તપાસ કરતાં ટેન્કરમાં મોટું ચોરખાનું બનાવવામાં આવ્યું હતું તે મળ્યું હતું. આ ચોર ખાનામાંથી 4652 દારૂની બોટલો અને બિયર છુપાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસો બુટલેગરો અને ટેન્કર ચાલકને પકડે તે પહેલા 2 બુટલેગરો અને ટેન્કર ચાલક ત્યાંથી ભાગી ગયા હતા. અંધારાને કારણે તેઓ ભાગવામાં સફળ રહ્યા હતા.
પોલીસે દારૂની અને બિયરની બોટલ 4652 જપ્ત કરી હતી. પોલીસે 23,58,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આજકાલ બુટલેગરોના અવનવા કીમિયા જોઈને પોલીસ પણ જોકે ઉઠી હતી. આમ રાજ્યમાં અનેક વિસ્તારોમાં અવનવી ટેકનોલોજી અને અવનવા કીમિયા કરીને નશાખોરી પ્રવૃત્તિઓની હેરફેર થઈ રહી છે. ત્યારબાદ પોલીસ આ ટેન્કર ચાલક અને બુટલેગરોની તપાસ કરી રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!