પોલીસને ટુવ્હીલરના ચેકિંગ કરતા બેગમાંથી મળ્યું એવું કે, બેગ ખોલતા જ પોલીસ પણ ચોંકી ગઈ..!!

0
137

રાજ્યમાં ઘણી બધી નશાખોરીની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આજકાલ લોકો આવી ખરાબ પ્રવૃત્તિઓ કરીને ઘણા બધા પૈસા કમાવાની લાલચ કરી રહ્યા છે. જેમ જેમ આજની અનેક ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ લોકો નશાખોરીની પ્રવૃત્તિઓ વધારી રહ્યા છે. આજની યુવાન પેઢીને પણ ખરાબ રસ્તે દોરી રહ્યા છે.

આજકાલ લોકો પોતાના ધંધા માટે યુવાન લોકોને નશાના રવાડે ચડાવી રહ્યા છે. અનેક રીતે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજ્યમાં નશાનો વેપાર ચાલી રહ્યો હોય છે. નશાને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર પણ કરી રહ્યા છે. આવા બુટલેગરો આજકાલ ખૂબ જ પકડાઈ રહ્યા છે. હાલમાં પણ એવી જ એક ગંભીર ઘટના સામે આવી હતી.

આ ઘટના સુરત શહેરમાં બની હતી. સુરત શહેરની વસ્તીમાં વધારો થતા લોકો અનેક નશાની પ્રવૃત્તિઓ પણ વધારી રહ્યા છે. આજની યુવાન પેઢીને ખરાબ રસ્તે લાવી રહ્યા છે. સુરત શહેરમાં નાર્કોટિક્સ નામના ડ્રગ્સની સપ્લાય ચાલી રહી હતી. ઘણા મહિનાથી આ ધંધો એક યુવક કરી રહ્યો હતો. સુરત શહેરમાં રાજસ્થાનથી નશાખોરીની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી.

રાજસ્થાનમાંથી અફીણનો જથ્થો એક યુવક અવારનવાર હેરાફેરી કરીને સુરતમાં લાવી રહ્યો હતો અને સુરતના અનેક વિસ્તારોમાં આ જથ્થાને તે વેચી રહ્યો હતો. રાજસ્થાનમાં જોધપુર વિસ્તારમાંથી અફીણનો જથ્થો સુરત શહેરમાં લાવવામાં આવતો હતો. એક દિવસ એક યુવક જે સુરતના વિસ્તારમાં રહેતો હતો. તેનું મૂળ વતન રાજસ્થાનમાં રાજીવનગરપુરમાં હતું.

તે પોતાના નોકરી ધંધા માટે સુરતના પુણા વિસ્તારમાં રહેતો હતો. પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો પરંતુ તેનું મૂળ વતન રાજસ્થાન હોવાથી તે અવારનવાર રાજસ્થાનથી સુરત હેરાફેરી કરી રહ્યો હતો. આ યુવકનું નામ પુનમારામ વિસ્નોય હતું. આ યુવક રાજસ્થાનમાંથી ટુવીલ ઉપર બેગ પેરીને અવારનવાર અફીણનો જથ્થો લાવતો હતો.

રાજસ્થાનમાંથી તે 500 કિલોમીટર દૂર ટુવીલ ચલાવીને સુરત શહેરમાં સરથાણા વિસ્તારમાંથી પસાર થઈને આ અફીણ જેવા નશીલા પદાર્થને સુરતમાં પહોંચાડતો હતો. એક દિવસ પોલીસને બાતમી મળ્યા મુજબ પોલીસે પોતાની વોચ સરથાણા લસકાણા ગામના ગેટની સામેના રોડ ઉપર ગોઠવી હતી. બાતમી મુજબ પુનમારામ તે સમયે આ વિસ્તારમાંથી પસાર થવાનો હતો.

તેને કારણે પુનમારામ અફીણનો જથ્થો લઈને પોતાની ટુ વ્હીલ ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો. તે સમયે પોલીસે તેને પકડી પાડ્યો હતો અને તેની પાસેથી બેગ મળી આવ્યું હતું. આ બેગમાં ચેકિંગ દરમિયાન 4.776 કિલો અફીણનો જથ્થો મળી આવ્યો હતો અને પોલીસે ફોનમાં પુનમારામ પાસેથી ટુવીલ ગાડી, બેગ અને આ અફીણના જથ્થાને જપ્ત કરી લીધું હતું.

આ અફીણના જથ્થાની કિંમત 14,32,000ની હતી. રાજસ્થાનમાંથી યુવક કે જણાવ્યું હતું કે તે અવારનવાર આ અફીણનો જથ્થો સુરતમાં લાવતો હતો. સુરતમાં તેના રાજસ્થાની લોકો રહેતા હતા. તેને પહોંચાડતો હતો. આ વ્યક્તિ કોઈને શંકા ન જાય તે માટે ટુવીલમાં તે બેગ લઈને અફીણ વારંવાર લાવતો હતો.

ટુવીલને હથિયાર બનાવીને હેરાફેરી કરી રહ્યો હતો. સુરતના અનેક વિસ્તારોમાં અફીણનો જથ્થો લાવવામાં આવતો હતો અને રાજસ્થાનમાં પણ અફીણ ખૂબ જ મોટા પ્રમાણમાં સસ્તા ભાવમાં મળી રહેતું હોવાથી અવારનવાર આ ધંધો ચાલી રહ્યો હતો. તે માટે પોલીસ કડક કાર્યવાહી કરી રહી હતી.

સુરત શહેરમાં અફીણ ખરીદતા લોકોને પણ પોલીસ તપાસ કરી રહી હતી. રાજસ્થાનના જોધપુરમાં પણ જથ્થો મોકલનાર વ્યક્તિની તપાસ ચાલી રહી હતી. આમ આજકાલ નશાખોરીની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. લોકો આવી ખરાબ પ્રવૃત્તિઓ કરીને બીજા લોકોને પણ ખરાબ પ્રવૃત્તિઓ કરવા માટે દોરી રહ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here