ફ્રી એલપીજી કનેક્શન(Free LPG Connection)ની સુવિધા કેન્દ્ર સરકાર પૂરી પાડે છે. જો તમે પણ આ સુવિધાનો લાભ લેવા માંગતા હો તો હવે તમે ઘરે બેઠા અરજી કરી શકો છો. નાણાં પ્રધાન(nirmala sitharaman)) નિર્મલા સીતારમણ એ Pradhan Mantri Ujjwala Yojana હેઠળ 1 કરોડ ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી છે. અનુમાન છે કે સરકાર આ યોજના ટૂંક સમયમાં શરૂ કરી શકે છે. જાણો ફ્રી ગેસ કનેક્શન માટે કેવી રીતે અરજી કરવી
- ઓનલાઇન અરજી કેવી રીતે કરશો? :
- >> તમારે પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
- >> pmujjwalayojana.com પર ક્લિક કરો.
- >> હોમપેજ પર ડાઉનલોડ ફોર્મ પર જાઓ અને તેના પર ક્લિક કરો.
- >> ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કર્યા પછી પીએમ ઉજ્જવલા યોજનાનું ફોર્મ આવશે.
- >> હવે ફોર્મમાં તમારું નામ, ઈ-મેલ આઈડી, ફોન નંબર અને કેપ્ચા ભરો.
- >> હવે OTP જનરેટ કરવા માટે બટન પર ક્લિક કરો.
- >> તે પછી ફોર્મ ડાઉનલોડ કરો.
LPG ગેસ એજન્સીમાં ફોર્મ સબમિટ કરો : હવે તમારે આ ફોર્મ તમારી નજીકની એલપીજી એજન્સીને સબમિટ કરવાનું રહેશે. આ સાથે તમારે આધાર કાર્ડ, સ્થાનિક સરનામાંનો પુરાવો, બીપીએલ રેશનકાર્ડ અને ફોટો સહિતના દસ્તાવેજો આપવાના રહેશે. દસ્તાવેજની ચકાસણી થયા પછી તમને એલપીજી ગેસ કનેક્શન મળશે.
- કોણ અરજી કરી શકે છે? :
- >> ભારતના નાગરિક હોવું જરૂરી છે.
- >> તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
- >> ગરીબી રેખા નીચે હોવી જોઈએ.
- >> પરિવારની મહિલાઓ અરજી કરી શકે છે જેમની પાસે ગેસનું કનેક્શન નથી.
- >> એ વ્યક્તિ જે પહેલેથી આવી કોઈ યોજનાનો લાભ લઈ રહ્યા નથી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!