સને ૧૯૬૯માં બોચાસણમાં તા.૨૮/૭ના ગુરુપૂર્ણિમાનો સમૈયો યોજાયો. બોચાસણથી સ્વામીશ્રી પોરડા, બાંધણી, મહેળાવ, વિદ્યાનગર, કરમસદ, અટલાદરા થઈને અમદાવાદ પધારેલા. અહીંથી રાજકોટ સુધીની મુસાફરી ટ્રેન દ્વારા નિશ્ચિત હતી. તે માટે ટિકિટોનું રિઝર્વેશન કરાવતાં બે જ ટિકિટ થર્ડ ક્લાસની કન્ફર્મ મળેલી. તેથી સ્વામીશ્રી અને અન્ય
એક સેવકની વ્યવસ્થા તો થઈ ગઈ, પણ પ્રગટ ભગત
માટે રિઝર્વેશન કન્ફર્મ મળ્યું નહોતું. તેથી ટિકિટ તો હતી પણ આરક્ષણ વિના બેસવું ક્યાં? એટલે તેઓએ મંદિરેથી નીકળતાં પહેલાં સ્વામીશ્રીને જણાવ્યું કે ‘હું બીજી કોઈ પણ વ્યવસ્થા કરીને ગોંડલ પહોંચી જઈશ.’

પરંતુ સ્વયંને સગવડ અને સાથીને અગવડ આવું સ્વામીશ્રીને કેવી રીતે પોસાય? કોઈને અધવચ્ચે છોડી-તરછોડીને નીકળી જવાનું એમના સ્વભાવમાં જ નહીં. તેથી તેઓએ કહ્યું : “તું મારી સાથે બેસી જજે. ટિકિટ ચેકર આવશે ત્યારે વ્યવસ્થા માટે કંઈ જોયું જશે!’ સ્વામીશ્રીની પોતા પ્રત્યેની આ લાગણીએ સેવકને ઓગાળી નાંખ્યા!
તેઓની આંખો સજળ થઈ ગઈ. સંબંધો જૂના થતાં તેમાં આપમેળે ઘૂસી જતી બીજા પ્રત્યેની બેદરકારી સ્વામીશ્રીમાં કદી જોવા મળતી નહીં. પરિચયના પચીસમા વરસે પણ તેઓ વ્યક્તિનું એટલું જ ધ્યાન રાખતા જેટલું પ્રથમ પરિચયમાં રાખ્યું હોય! મુસાફરી શરૂ થઈ.
થાન પાસે ટ્રેન પહોંચી ત્યારે ટિકિટ ચેકર આવ્યા. સ્વામીશ્રીએ જ વિગતવાર વાત કરીને કહ્યું : ‘અમે રાજકોટ સ્ટેશને પહોંચીને રિઝર્વેશનની ૨કમ ભરી દઈશું.’ આ બાબતે તે અધિકારીને કોઈ વાંધો નહોતો.
પણ ૨કમની વ્યવસ્થા અંગે ખરો પ્રશ્ન હવે ઉપસ્થિત પ્રવાસ આગળ ચાલ્યો. સમય થતાં રાજકોટ આવ્યું, થયો. તે વખતે સ્વામીશ્રી ટ્રેનમાંથી ઊતર્યા અને સેવકની ટિક્ટિના બે રૂપિયાની વ્યવસ્થા કરવા માટે ડબ્બ-ડબે ઘૂમવા લાગ્યા. કોઈ સત્સંગી કે પરિચિત મળી જાય એ તેઓની શોધખોળનો વિષય હતો. આ સમયે સંસ્થાના પ્રમુખના એક જુદા જ સ્વરૂપનાં દર્શન સેવકોને થયાં!
તેઓ માટે તો સ્વામીશ્રીના સ્નેહનું આ સંભારણુંસોનાનું બની ગયું. પોતાનાં પદ-પ્રતિષ્ઠાથી સ્વામીશ્રી કેટલાં અજાણ હશે કે સેવકની સંભાળ માટે તેઓ ડબ્બ-ડબે ડોકિયાં કરતા રહ્યા! છેવટે ગોંડલના રહેવાસી એવા બચુભાઈ નામના એક અજાણ્યા મુરબ્બીનો ગોંડલના નાતે સ્વામીશ્રીએ સંપર્ક કર્યો.
તેઓને મુસીબત જણાવી અને તેઓ પાસેથી બે રૂપિયા ટિકિટ ચેકરને અપાવ્યા. સ્વામીશ્રીએ રકમની સાથે એ વ્યક્તિનું સરનામું લઈ લીધું. ગોંડલ પહોંચતાં જ એ સરનામે બે રૂપિયા પહોંચાડી દીધા, સાથે પ્રસાદ પણ ! વ્યવહારમાં ચોખ્ખાઈ તો એમને જન્મજાત જ હતી ના
લેખન સંપાદન : Infogujarat Team : તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.