પ્રમુખસ્વામી મહારાજ જીવનચરિત્ર પ્રસંગ-04, ” શાંતિલાલ ને આવેલ માંદગી “તમે પણ બોલી ઉઠશો આ બાળક કંઈક જુદો છે…

0
191

સન ૧૯૨૧-૩૫ : શૈશવનો વૈભવ ૫માય. : સમાન સાથે સુખથી મળાય, મોટા થકી તો ડરી દૂર જાય; કીડી મળે કુંજર સાથ કેમ, મળે ન ભૂપાળ ગરીબ તેમ. મૈત્રી કરે બાળક સાથે બાળ, વિશાળ સાથે જન જે વિશાળ; પશુ પશૂ સાથે વિનોદ પામે, માટે મળે છે જઈ એક ઠામે. સ્વજાતિ સાથે સુખ થાય તેવું, વિજાતિ સાથે નવ થાય એવું; પાણી તણો છે જડ જે પ્રવાહ, સ્વજાતિ સાથે જ મળે અથાહ. જો દેવ કોઈ દરશાય સામે, તો ભૂત જાણી જન ભીતિ પામે; મનુષ્યની સાથે મનુષ્ય થાય,

ત્યારે મનુષ્ય સુખ તો આ પંક્તિઓમાં પરબ્રહ્મનું નરતનુ ધારણ કરવાનું કારણ દર્શાવાયું છે. મનુષ્યને દિવ્યતાનો ઓપ આપવા ભગવાન અને તેઓના અખંડ ધારક સંત દિવ્યભાવ છુપાવીને મનુષ્ય જેવા બની રહે છે. જો કે મનુષ્ય-સ્વરૂપમાં પણ તેઓનાં ઐશ્વર્ય, સામર્થ્ય, પ્રતાપ લેશેય ઝંખવાતાં નથી. આ અનુભવ તેઓના સાંનિધ્યમાં સતત થયા કરે છે. ચાણસદવાસીઓ પણ આ અનુભવથી અળગા ન રહી શક્યા.

“વાલાનાં રોનું વનમ્ !’ બાળકનું બળ રુદન. તે વાતવાતમાં ભેંકડો તાણે. આકળો-ઉતાવળો થઈ જાય. આ અવસ્થામાં સહનશીલતાના નામે શૂન્ય હોય. પરંતુ દિવાળીબાના આ દીકરા બાબતે સૌનો અનુભવ જુદો જ રહેતો. તેની સહનશીલતા વિશે સૌ કહેતા : ‘એનામાં પહેલેથી સહનશક્તિ બહુ. નાની ઉંમરે એવા બળિયા નીકળેલા કે રસી સાથે કપડું ચોંટી જાય પણ ઉંકારોય ન કરે. પહેલેથી શાંત સ્વભાવ.”

કદાચ તેથી જ માતા-પિતાએ પોતાના આ લાડકવાયાનું નામ ‘શાંતિ’ રાખ્યું હશે ! તેઓની દરેક ક્રિયામાં સૌને શાંતિ અનુભવાતી. તેઓની દરેક ક્રિયાથી સૌને શાંતિ અનુભવાતી. તેઓ બોલે ત્યારે શાંતિ પ્રસરતી અને તેઓના મૌનમાંથી પણ શાંતિના સ્ફલ્લિંગો ફેલાતાં રહેતાં. ‘આકૃતિ: ગુણાનું થયુતિ !’ આકૃતિ ગુણોને કહી દે છે એ વાત તેઓને જોતાં સાચી અનુભવાતી.

એક વાર શાંતિલાલને દિવસમાં પંદર-વીસ વખત શૌચવિધિ કરવા જવું પડે એવા સખત ઝાડા થઈ ગયેલા. તેથી તેઓએ તળાવકિનારે ભાથીજીના ઓવારે જ ધામો નાંખેલો, કારણ કે શૌચ બાદ સ્નાન કરવાની પવિત્ર પ્રણાલી શાંતિલાલે નાનપણથી જ રાખેલી. વળી, ગંભીર માંદગી જેવા કોઈ પણ આપત્કાળમાંય શ્રીજીની નાની-શી આજ્ઞાનું પણ ઉલ્લંઘન ન થવું જોઈએ તેવી દૃઢતા પણ તેઓની રગરગમાં પહેલેથી જ ધરબાયેલી.

તેથી શૌચ બાદ નાનની સાનુકૂળતા સચવાય તે હેતુથી તળાવકિનારે એક ઝાડ નીચે જ રહેલા. ઝાડાને કારણે અશક્તિ એવી આવી ગયેલી કે બે જણે ઊંચકીને તેઓને ઘેર પહોંચાડેલા: પરંતુ શાંતિલાલે આ બીમારીની વાત સુધ્ધાં ઘરના સભ્યોને જણાવી નહોતી. જ્યારે તેઓને ઊંચકીને ઘેર લવાયા ત્યારે જ ઘરમાં સૌને ખબર પડી કે આવી માંદગી શાંતિલાલને આવી છે.

અન્યથા તેઓ સૌ તો એમ જ સમજતા’તા કે ‘શાંતિ ક્યાંક બહાર ગયો હશે.” દુ:ખનાં રોદણાં રડી-૨ડીને બીજા પાસેથી સહાનુભૂતિની ઉઘરાણી કરતા રહેવું એ શાંતિલાલના સ્વભાવમાં જ નહીં. જે પરિસ્થિતિ આવે તેને પ્રભુનો પ્રસાદ માનીને હસતાં મોંએ આરોગી જવાનું તેઓને પ્રથમથી જ ફાવી ગયેલું. આવા પ્રસંગે થોડાય વિચારશીલ વ્યક્તિના મગજમાં ચમકારો થઈ જતો કે “આ બાળક કંઈક જુદો છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here