શાંતિલાલની ઊડીને આંખે વળગે તેવી એક વિશેષતા એ રહેલી કે તેઓ મિતભાષી. હતા, પણ મૂંગા નહીં. સમય આવે જે સાચું હોય તે મક્કમતાથી કહેતા અને તે પ્રમાણે જ કરતા.શાંતિલાલનાં શરૂઆતના વર્ષોમાં પિતાશ્રી મોતીભાઈ સાવલી તાલુકાના રાજનગર નામના ગામમાં કામકાજ માટે ગયેલા. શાંતિલાલ પણ સાથે જ હતા. અહીં તેઓ નવેક વર્ષ સુધી રહેલા.

આ રાજનગરમાં ભાદરણ ગામના છોટાભાઈ નામે સદ્ગૃહસ્થ રહેતા હતા. શાંતિલાલના ઘરની ગલીમાં જ તેઓનું મોટું મન હતું. તેઓને નાનાં બાળકો પ્રત્યે અપાર પ્રેમ. જાતજાતની અને ભાતભાતની વસ્તુ-વાનગીઓ લાવીને બાળકોને રાજી કરતા રહે. ફૂલદોલ વખતે સૌ માટે ખજૂર લાવે,
ઉત્તરાયણ વખતે પતંગો અને દિવાળી વખતે ફટાકડા, પરંતુ આ સૌ બાળકોમાં શાંતિલાલ વિશે તેઓને અનહદ લાગણી. તેઓ માટે છોટાકાકા રમકડાં લઈ આવે. શાંતિલાલને એકડો ઘૂંટાવવા તેઓએ ખાસ શિક્ષક પણ રોકેલો.
આ રાજનગરમાં ભાદરણ ગામના છોટાભાઈ નામે સદ્ગૃહસ્થ રહેતા હતા. શાંતિલાલના ઘરની ગલીમાં જ તેઓનું મોટું મન હતું. તેઓને નાનાં બાળકો પ્રત્યે અપાર પ્રેમ. જાતજાતની અને ભાતભાતની વસ્તુ-વાનગીઓ લાવીને બાળકોને રાજી કરતા રહે. ફૂલદોલ વખતે સૌ માટે ખજૂર લાવે, ઉત્તરાયણ વખતે પતંગો અને દિવાળી વખતે ફટાકડા, પરંતુ આ સૌ બાળકોમાં શાંતિલાલ વિશે તેઓને અનહદ લાગણી. તેઓ માટે છોટાકાકા રમકડાં લઈ આવે. શાંતિલાલને એકડો ઘૂંટાવવા તેઓએ ખાસ શિક્ષક પણ રોકેલો.
એક દિવસ આ છોટાકાકાએ સંકલ્પ કર્યો કે “આજે છોકરાઓને સારી રસોઈ બનાવીને જમાડવા.” આ હેતુસર તેઓએ સૌ બાળકોને એકત્રિત કર્યા. શાંતિલાલને પણ બોલાવ્યા, ત્યારે શાંતિલાલે નમ્રતાથી છતાં દૃઢતાથી કહ્યું,‘આજે મારે એકાદશી છે, માટે હું નહીં જમું.’ છોટાકાકાએ આવા ઉત્તરની અપેક્ષા રાખી નહોતી.
તેથી તેઓએ આગ્રહપૂર્વક શાંતિલાલને કહ્યું, ‘હવે છોકરાંને શું એકાદશી ? ચાલશે. એકવાર ખાઈ લઈએ તેમાં શું ? બધાની સાથે જમવા બેસી જા.” પરંતુ શાંતિલાલે મચક ન આપી.
અંતે જ્યારે ખૂબ આગ્રહ થયો ત્યારે શાંતિલાલની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. એ આંસુએ છોટાકાકાને પલાળી દીધાં. તેઓએ વધુ આગ્રહ પડતો મૂક્યો અને ફરાળ મંગાવીને શાંતિલાલને જમાડ્યા, પણ તે વખતે સૌને થયું કે “આ તે વળી કેવું કૌતુક ! સ્વાદિષ્ટ ભોજન જોઈને બાળક તો લલચાઈ જ જાય અને જો તે ન મળે તો જમવા માટે રડે. જ્યારે આ શાંતિલાલ તો ઉપવાસની ટેક ન તૂટે તે માટે રડ્યા! આ જુદી માટીનો બાળક લાગે છે!‘