ગુજરાતમાં કોરોનાનો કહેર ઓછો થતાની સાથે જ ધોરણ 12 અને કોલેજના વર્ગો શરુ કરી દેવામા આવ્યા છે, તેમજ ધંધા રોજગારીની તકો પણ ધીમે ધીમે શરુ થવા લાગી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શરુ થવા અંગે એક મહત્વનું નિવેદન આપ્યું હતું જે ગુજરાતના તમામ વાલીઓ એ જાણી લેવું જોઈએ..
જૂનાગઢ પ્રવાસે ગયેલા રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજય રૂપાણી નરસિંહ મહેતા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવાને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું.
ગુજરાતમાં ક્યારે શરુ થશે પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ? : રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે સરકાર વિચારણી કરી રહી છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આગામી કેબિનેટની બેઠકમાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે વિચારણા કરાશે.
કેન્દ્રની ગાઈડલાઈન બાદ નિર્ણય લેવાનું CM રૂપાણીએ આપ્યું નિવેદન : હાલની સ્થિતિ અને ભવિષ્યની સ્થિતિ અંગે અભિપ્રાય લઇશું. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ગાઇડલાઇન આવશે ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે.
ઓક્સિજનની અછતથી મૃત્યુના આક્ષેપ મામલે CM રૂપાણીનું નિવેદન : રાજ્યમાં ઓક્સિજનથી અછતથી થયેલા મૃત્યુના આક્ષેપને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી માટે ખોટા પ્રહાર કરે છે. આ સાથે જ એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઓક્જિનની અછતથી કોઇ મૃત્યુ થયાં નથી.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ : મંગળવારે રાજ્યમાં કોરોનાનાં નવા 29 કેસ નોંધાયા છે. જો કે ગઇકાલની સરખામણીએ કોરોનાના નવા 5 કેસનો વધારો થયો છે.
કોરોનાથી આજે એક પણ દર્દીનું મૃત્યુ નહીં : બીજી તરફ રાજ્યમાં કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી જેને લઈ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે આ તરફ એક જ દિવસમાં 61 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10 હજાર 76 લોકોને કોરોના ભરખી ગયો છે.
જો વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 411 દર્દી સારવાર હેઠળ છે. જો કે નાજુક સ્થિતિના કારણે 5 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે જ્યારે 406 દર્દીની હાલત સ્થિર જણાઈ રહી છે.
રાજ્યમાં 24 કલાકમાં 61 દર્દી સ્વસ્થ થયા : રાજ્યના મોટા શહેરમાં કોરોના હવે કાબૂમાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે પરતું હજુ પણ સંભવિત ત્રીજી લહેરનો ખતરો જોવાઈ રહ્યો છે. હાલ મહાનગરોમાં પણ કોરોનાની રફતાર ધીમી પડી છે. અમદાવાદમાં 6, સુરતમાં 4 અને વડોદરામાં 7 કેસ નવા કેસ નોંધાયા છે…તો રાજકોટમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!