હાલના દિવસોમાં મોટા ભાગની મહિલાઓ પોતાની પ્રેગ્નન્સી દરમ્યાન પોતાની અતિરિક્ત સારસંભાળ રાખતા હોય છે અને સામાન્ય પ્રસવ (Delivery) માટે વ્યાયામ અને ઉચિત સ્વાસ્થ્ય બનાવી રાખવા માટે ઉત્સુક રહે છે. ગર્ભવતી મહિલાઓ માટે વ્યાયામ જ ન તો માત્ર સુરક્ષિત છે પરંતુ આ એક સ્વસ્થ માં અને સ્વ્સ્થ બાળક માટે જરૂરી પણ છે.
ગર્ભાવસ્થા દરમ્યાન નિયમિત રૂપથી વ્યાયામ કરવાથી તમને ફિટ રહેવામાં પણ મદદ મળે છે. તે ચિંતાને પણ દૂર કરે છે. એટલાં માટે જો તમે વ્યાયામ કરવા ઇચ્છો છો પરંતુ તેના વિશે હજુ પણ શંકા છે તો તે તમામને એક તરફ મૂકી દો અને વ્યાયામ શરૂ કરો. અમે તમને ગર્ભાવસ્થા દરમ્યાન વ્યાયામ કરવાના તમામ લાભોના વિશે જણાવવા જઇ રહ્યાં છીએ.
શારીરિક સ્થિતિને ઠીક કરે છે : ગર્ભાવસ્થાના અંતિમ ચરણોમાં પેટ શરીરના બાકી ભાગોના અનુપાતમાં વધારે વધે છે. પરિણામે, વધારાના વજનના કારણે તમારી શારીરિક સ્થિતિમાં અસર થઈ શકે છે. શારીરિક સ્થિતિ જાળવવા અને ફિટ રહેવા માટે કસરત કરવી જરૂરી છે.
પીઠ દર્દ અને થાક સામે લડે છે : ગર્ભાવસ્થા દરમિયાન વારંવાર અયોગ્ય મુદ્રા અને બહાર નીકળેલા પેટના કારણો પણ જવાબદાર હોઇ શકે છે, જે હાર્મોનલ અસંતુલનના કારણે થાકને વધારે છે. વ્યાયામ કરવાથી તમને પીઠ દર્દથી ખૂબ રાહત મળે છે અને થાક પણ ઓછો થાય છે.
તણાવથી રાહત આપે છે : તણાવ ગર્ભાવસ્થા ખૂબ આમ છે. જો કે, જો તણાવનું સ્તર વધારે છે તો તે તમારા અને તમારા બાળક એમ બંને માટે હાનિકારક હશે. વ્યાયામ આપણને તણાવથી મુક્ત કરે છે, મનની શાંતિ પણ પ્રદાન કરે છે.
ડાયાબિટીસ અટકાવે છે : અનેક સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભાવસ્થા ડાયાબિટીસ થાય છે. તેનાથી માતા અને બાળક બંને માટે અનેક ગૂંચવણો તરફ દોરી જાય છે. આ દરમિયાન આહારનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. વ્યાયામ બ્લડ સુગરના સ્તરને રોકવા તેમજ નિયંત્રિત કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે.
કસરત કરવી એ ક્યારે યોગ્ય નથી : કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે કે જ્યારે તમારે કસરત ના કરવી જોઈએ. જો નીચે આપવામાં આવેલી કોઇ પણ સમસ્યાનો અનુભવ કરે છે તો પોતાના વ્યાયામને વિરામ આપે અને તુરંતુ પોતાના ડૉક્ટરની સલાહ લો.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!