પ્રેમી પંખીડા જુદી જાતિના હોવાથી ગામના લોકોએ ઢીબી નાખ્યા અને પછી થયું એવું કે જાણીને પોલીસ પણ છે હેરાન..!

0
118

આજકાલ લોકો હજી જાતિને લઈને ભેદભાવ કરી રહ્યા છે. અમુક શહેરોમાં લોકોમાં સુધારો જોવા મળે છે ત્યાં લોકો આ જાતિને લઈને કોઈ ભેદભાવો કરતા નથી.  પરંતુ અમુક ગામડાઓમાં હજી જાતિમાં ભેદભાવ કરી રહ્યા છે. આ જાતિને લઈને લોકો વિવાદો કરી રહ્યા છે. જે પછાત ગામડાઓ છે ત્યાં આ વિવાદ વધુ જોવા મળે છે.

આવી જ ઘટના બિહારના એક ગામમાં પ્રેમી અને પ્રેમિકાને ઢોરમાર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવતી અને યુવક બંને ગામલોકો કરતા બીજી જાતિના હોવાથી ગામના લોકો રોષે ભરાય છે અને આ બંને જણાને માર મારે છે. આ યુવક-યુવતી એક દિવસ એકલા સુમસામ જગ્યાએ બાયક લઈને મળવા આવ્યા હતા. અને બંને બેઠા હતા.

અને ગામના લોકોને આ વાતની ખબર પડે છે. ત્યારે તરત જ આ ગામના લોકો ભેગા મળીને આ યુવક અને યુવતીને પકડવા ગામવાસીઓ ત્યાં દોડી આવે છે. અને થોડી વારમાં જ જોત-જોતામાં ભીડ થઇ ગઈ. બંને જણાને પહેલા પૂછે છે, તમે કોણ છો? અને ક્યાંથી આવો છો? તે બંનેની જાતિઓ પૂછે છે.અને બંને પાસેથી ગામના લોકો આધારકાર્ડ માંગે છે.

આ યુવક-યુવતીને બરાબરના ધમકાવે છે. અને બાયકની ચાવી લઇ લે છે. બંને ગામવાસીઓ કરતા બીજી જાતિના હોવાથી બોલાચાલી કરે છે. યુવક-યુવતી ગામ લોકોના સવાલોના જવાબો આપે એ પહેલા જ ગામવાસીઓ તેમને અમારી જાતિના નથી એમ કહીને ખુબ મારે છે અને બંનેને ઘાયલ કરી નાખે છે.

યુવતી પોતાનું મોઢું તેના દુપટ્ટા થી ઢાંકીને છુપાવે છે અને રડવા લાગે છે. યુવતીનું કહેવું એમ છે કે, તેની સાથે રહેલો યુવક તેની બહેનનો દેયર છે. અને ગામવાસીઓ એમ કહે છે તમે બંને રંગે હાથ પકડાયો છે એટલે તમે બંને લગ્ન કરી લ્યો. ગામના લોકો સામે આ યુવક-યુવતી માફી માંગે છે અને અમને છોડી દો કહીને આજીજી કરે છે.

ગામના લોકો આ બંને એની જાતિના ન હોવાને કારણે બંનેને છોડતા નથી અને તમે બીજી જાતિના છો એમ કહે છે. એટલે પોલીસ ને ફરિયાદ કરે છે અને બંનેને પકડાવી લેવાની વાત કરે છે. પરંતુ યુવતી-યુવક અમને માફ કરી દો એમ આજીજી કરે છે. પછી ગામના લોકો ખુબ મારે છે અને યુવતી ત્યારેને ત્યારે જ બેભાન થઇ જાય છે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here