હાલમાં સમાજમાં આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. લોકો પોતાની જિંદગીથી કંટાળીને આપઘાત કરી રહ્યા છે. આજકાલ પારિવારિક અથવા બહારના લોકો સાથે ઝઘડાને કારણે ઘણી બધી જગ્યાએ આપઘાતની ઘટનાઓ બનતી પણ જોઈ રહ્યા છીએ. આજકાલ લોકો વિશ્વાસઘાત કરી રહ્યા છે તેને કારણે લોકોને એકબીજા પર વિશ્વાસ મુકવો ખૂબ જ અઘરો બની ગયો છે.
લોકો આપઘાત કરીને પોતાના જીવન ટૂંકાવી લે છે. તેવી જ એક ઘટના વડોદરા શહેરમાં બની હતી. વડોદરા શહેરમાં એક યુવતી સાથે આપઘાતની ઘટના બની હતી. વડોદરા શહેરના તાંદલજાના નૂરજહાં સોસાયટીમાં આ યુવતી રહેતી હતી. યુવતીનું નામ નફીસા હતું. યુવતીની ઉંમર 25 વર્ષની હતી. યુવતી તેના પરિવારથી દુર રહેતી હતી.
યુવતીને અમદાવાદમાં રહેતા શેખ રમીઝ અહેમદ નામના યુવક સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હતો. તેને કારણે નફીસા અને રમીઝ બંને વડોદરા શહેરમાં એકલા રહેતા હતા. બંને વડોદરા શહેરમાં ભાડાનું ઘર રાખીને રહેતા હતા. નફીસા અને રમીઝ છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં હતા. તેઓ વડોદરામાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા.
રમીઝ ઘરનું લાઈટ બિલ, ભાડું અને ઘરના ખર્ચાઓ સહિત તમામ ખર્ચ ચૂકવતો હતો. બંનેને સારા એવા પ્રેમસંબંધને કારણે લગ્ન કરવાનો પણ વિચાર કર્યો હતો પરંતુ રમીઝના પરિવારના લોકોના લોકોએ નાફીશાને ઘરમાં લાવવાની ના પાડતા હતા. તેને અપનાવવાની પણ ના પાડી હતી. તેને કારણે રમીઝે નફીસાને લગ્ન કરવાની ના પાડી હતી.
નફીસા રમીઝ વગર રહી શકતી ન હતી. તે બંનેની સાથે છેલ્લા 5 મહિનાથી રૂમ પાર્ટનર તરીકે નફીસાની ફ્રેન્ડ રહેતી હતી. નફીસાએ તેની આ મિત્રને બધી વાતની જાણ કરી હતી. તેની મિત્ર અને તેનો પતિ પણ નફીશા અને રમીઝની સાથે રહેતા હતા. નાફીશાને આ વાતનું ખુબ ખોટું લાગ્યું હતું. નાફીશા કંટાળીને આ બધી વાતથી ડિપ્રેશનમાં આવી ગઈ હતી.
તેને કારણે તેણે એક રડતા રડતા વિડીયો બનાવ્યો હતો. તેમાં નફીસા એ જણાવ્યું હતું કે,’રમીઝે તેની સાથે ખૂબ જ ખોટું કર્યું છે, એની ખરાબ હાલત કરી નાખી છે, પહેલા લગ્નનું બોલીને પછી તેને આવું ન કરવું જોઈએ, નફીશા બોલતી હતી તેણે ખૂબ જ ખોટું કર્યું છે’ આવી રીતે નફીસા આઘાતમાં આવીને બોલતી હતી.
નફીસાએ પોતાની જિંદગી ટૂંકાવી લેવાનો વિચાર કર્યો હતો. એક દિવસ નફીસા અને તેની મિત્ર રાત્રે ત્રણ વાગ્યા સુધી બેસીને વાતો કરતા હતા પરંતુ તેની મિત્રને સવારે 9 વાગે નોકરી જવાનું હોવાથી તે સુવા પોતાના રૂમમાં ઉપર જતી રહી હતી. અને તેના ઉપર ગયા પછી રાત્રે નફીસાએ લડકીને ગળાફાંસો ખાઇ લીધો હતો.
પોતાની જીવન ટૂંકાવી લીધી હતી. સવારે તેની મિત્રએ નીચે આવીને જોયું તો નફીસા લટકતી જોઈને તે ચીસ પડી બેઠી હતી. આજુ બાજુ ના લોકો ભેગા થઈ ગયા હતા. નાફીશાની મિત્રએ રમીઝ સામે પોલીસ સ્ટેશનમાં નફીસા સાથે ખોટું કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!