પ્રેમી પ્રેમિકાને બ્લેકમેઈલ કરી માનસિક ત્રાસ આપતો, પ્રેમિકાએ સુસાઇડ નોટ લખી પોતાનો જીવ ગુમાવ્યો..!!

0
96

આજકાલ આપઘાતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. લોકો પોતાની જિંદગીથી કંટાળીને આવા ખરાબ પગલાં ભરી પોતાની જિંદગીને ટૂંકાવી લે છે. ઘણી બધી વખત પારિવારિક ઝઘડાને કારણે લોકો આપઘાત કરી લે છે. આવી અનેક ઘટના સામે આવી છે લોકોને અપાતા માનસિક અથવા તો શારીરિક ત્રાસને કારણે લોકો ત્રાસી જઈને આવા પગલાઓ ભરી લે છે.

આવી જ એક ઘટના આપઘાતની એક યુવતી સાથે પટના શહેરમાં બની હતી. પટના શહેરમાં ગુમલા જિલ્લાના ચેરો ગામમાં પોતાનું પરિવાર રહેતું હતું. યુવતીનું નામ ઉષા રાની લકડા હતું. તે પટના શહેરમાં AIIMSમાં નર્સ તરીકે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. તે પટનામાં ઘણા વર્ષોથી ફુલવારી શરીફના વૃંદાવન કોલોનીમાં રહેતી હતી.

તેનું પરિવાર ચેરો ગામમાં રહેતું હતું. યુવતીએ નર્સની નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવી પોતાના પરિવારને પણ આર્થિક મદદ કરતી હતી. યુવતીની ઉંમર 28 વર્ષની હતી. ઉષા છેલ્લા ત્રણ વર્ષથી એક યુવકના પ્રેમમાં હતી. યુવકનું નામ અમિત ટોપો હતું. ઉષા અમિત સાથે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં હતી.

ઉષાને ઘણા મહિનાથી અમિત હેરાન કરી રહ્યો હતો. ઉષા નર્સની નોકરી કરવા માટે જતી ત્યારે તે કામમાં હોય ત્યારે અમિત તેને વારંવાર ફોન કરતો હતો. ઉષા ફોન ન રિસિવ કરે ત્યારે અમિત તેને ગાળાગાળી કરીને ખરાબ ગાળો આપતો હતો. વિડીયો કોલ કરીને ચેક કરતો હતો કે તે ઓફિસમાં છે કે નહીં. કોની સાથે વાત કરે છે.

ઉષાને અવારનવાર કહેતો હતો કે,’ તું કોઈ ડોક્ટરના પ્રેમમાં તો નથી પડી ગઈને બીજાને પ્રેમ નથી કરવા લાગીને’ આવી અવારનવાર શંકાઓ કરીને ઉષાને હેરાન કરતો હતો. ઉષા કામમાં છે એમ કહે ત્યારે વિડીયો કોલ કરીને સાચું બોલે છે કે ખોટું છે ચેક કરતો હતો. છેલ્લા ઘણા વર્ષ મહિનાથી ઉષાને હેરાન કરતો હતો.

અમિતની પાસે ઉષાના ઘણા બધા વિડીયો અને ફોટો હતા. જેને કારણે તે અવારનવાર વાઇરલ કરી દેવાની ધમકી આપતો હતો. ઉષા વાત ન કરે તો કહેતો હું તારું જીવન બરબાદ કરી નાખીશ તેવી ધમકી આપતો હતો. તેને કારણે ઉષા ઘણા સમયથી કામ પર ડરેલી અને નિરાશ રહેતી હતી. તેના સાથે કામ કરતી તેની મિત્રએ જણાવ્યું હતું.

એક દિવસ ઉષાએ સુશાઇડ નોટ લખીને પોતાની રૂમમાં પંખે લટકીને આપઘાત કરી લીધો હતો. સુસાઇડ નોટમાં તેણે ‘સોરી માં, સોરી પાપા, મરવાનું કારણ અમિત તોપો છે’ એમ કહીને તેણે આપઘાત કરી લીધો હતો. ઉષાની સાથે રૂમમાં રહેતી તેની મિત્ર રૂમમાં આવીને જોઈ તો ઉષા લટકતી હતી.

આ જોઈને પોલીસને આ ઘટનાની જાણ કરી કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરીને તેના પરિવારના લોકોને ઉષાની આ ઘટનાની જાણ કરીને અમિત તોપોની ધરપકડ કરી હતી. પરિવાર ઉષાનું મૃત્ય જોઇને ખુબ આઘાતમાં આવી ગયું હતું. પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here