આજના સમયમાં લોકો બીજાની વાતોમાં આવીને ઘણા ખોટા કામ કરી રહ્યા છે. તેમાં મહિલાઓ મોટાભાગે આ ઘટનાઓનું ભોગ બની જાય છે. આવા અનેક કિસ્સાઓ આપણી આજુબાજુમાં પણ ક્યાંક ને ક્યાંક બનતા હોય છે. સમાજમાં કોઈના પર આજકાલ વિશ્વાસ કરવું ખૂબ જ અઘરું બની ગયું છે.
આજના સમયમાં લોકોને ક્યારે છેતરી જાય તે કાંઇ કહી શકાતું નથી. અવારનવાર બનતા આવા ગંભીર ઘટનાઓને ધ્યાનમાં લઈને સરકાર કડક પગલાં ભરી રહી છે. આવી જ એક ઘટના બની રહી છે. અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારના હિંમતનગરમાં રહેતી એક યુવતી સાથે બની છે. આ યુવતીની ઉમ્ર 30 વર્ષની હતી.
આ યુવતીના લગ્ન પહેલા થયા હતા પરંતુ તે યુવતીને તેના પતિ સાથે બન્યું નહીં. અને અવારનવાર ઝઘડાઓ થતા હતા. તેને કારણે યુવતીએ છુટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ યુવતી હિંમતનગરમાં તેની મિત્ર જોડે એકલી રહેતી હતી. આ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેના પર દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે.
યુવતી પોતાનું ગુજરાન જાતે ચલાવતી હતી. યુવતી શોખીન હતી તેથી તે જીમમાં જતી હતી. અને જીમમાં જીમ ટ્રેનર સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. અને બંને ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં હતા. આ જીમ ટ્રેનરનું નામ ક્રિષ્ના જોશી હતું. અને યુવતીના જીમમાં ગયા પહેલા ઉદયપુર ખાતે તેના મિત્રને ત્યાં જન્મદિવસની પાર્ટીમાં ગઈ હતી.
ત્યાં ક્રિષ્ના જોશી સાથે પરિચયમાં આવી હતી. ક્રિષ્ના જોશીએ તેને અનેક લાલચો આપીને પ્રેમ સંબંધમાં રાખી હતી. અને ક્રિષ્ના જોશીએ લગ્નની લાલચ આપીને અમદાવાદ, માઉન્ટઆબુ જેવી અલગ-અલગ જગ્યાએ લઇ જઈને શારીરિક સંબંધો બાંધ્યા હતા. યુવતી એક દિવસ ક્રિષ્ના જોશીનો ફોન ચેક કરતી હતી.
ત્યારે તેને ક્રિષ્ના જોશીના ફોનમાં અનેક યુવતીઓ સાથે અનૈતિક સંબંધ હોવાનું ખબર પડી હતી. ત્યારબાદ યુવતીએ પ્રેમી ક્રિષ્ના જોશીની આગળની જીદગીની તપાસ કરતાં તેને અન્ય યુવતીઓ સાથે પણ ચક્કર હોવાનું સામે આવ્યું હતું. અને તે અનેક યુવતીઓને ફસાવી રહ્યો હતો. આ દરમ્યાન પહેલા યુવતીને ગાડી પસંદ આવી હતી.
અને ક્રિષ્ના જોશી તેને ગાડી લઈ દેશે એમ કહીને તેની પાસેથી ચાર લાખ રૂપિયા પણ પડાવી રહ્યા હતા. ત્યારબાદ આ ઘટના અંગે આ યુવતીએ પોલીસને ફરિયાદ કરી હતી. અને ક્રિષ્ના જોશીનું આ રહસ્ય ભર્યું કાવતરુ યુવતીએ પોલીસને કહ્યું હતું. અને પોતાની સાથે દુષ્કર્મ કર્યા હોવાનું પણ જણાવ્યું હતું. આ ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!