પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવીને પતાવી દીધી અને પછી પોતે તળાવમાં કુદીને કરી લીધો આપઘાત, પ્રેમકહાનીનો ઘાતકી અંત..!

0
110

રાજ્યમાં આજકાલ અનેક કિસ્સાઓ મારામારી, ઝગડાઓ અને હત્યાના બની રહ્યા છે. લોકોને નાની-નાની વાતમાં ઝગડાઓ થવાને કારણે જેની સાથે ઝઘડો થયો હોય છે તેની સાથે બદલો લઈ રહ્યા છે. દિવસેને દિવસે આવા બનાવો ખૂબ જ વધી રહ્યા છે. અને આજકાલ હત્યા અને આત્મહત્યા બંનેના બનાવો બનતી આ ઘટના સામે આવી છે.

આ ઘટના વલસાડ જિલ્લામાં ચોંકાવનારી બની છે. આ ઘટનામાં વલસાડ જિલ્લાના રોનવેલ ગામની યુવતી અને નાની સરોણ ગામમાં રહેતો યુવક સાથે બની છે. યુવતીનું નામ પાયલ પટેલ અને યુવકનું નામ સ્મિત પટેલ હતું. યુવક અને યુવતી બંને એકબીજાના પ્રેમસંબંધમાં હતા. અને બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા.

આ દરમ્યાન એક દિવસ પાયલના ઘરે પાયલ એકલી હતી. તેના માતા-પિતા કોઈ કામસર બહારગામ ગયા હતા. ત્યારે પાયલ સ્મિત પટેલને પોતાના ઘરે મળવા માટે બોલાવે છે. ઘરે આવ્યા બાદ સ્મિત અને પાયલ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થવા લાગ્યો. અને આ ઝઘડો ધીમે-ધીમે ખૂબ મોટો થવા લાગ્યો.

અને બંને એટલા ગુસ્સામાં આવી ગયા તેને કારણે સ્મિત પટેલે પાયલનું ગળુ દબાવી દીધું. અને પાયલ પટેલને મારી નાખી ત્યારબાદ પાયલને મૃત હાલતમાં મૂકીને કોઈના જોઈ જવાના બીકે ત્યાંથી ભાગી ગયો હતો. અને ભાગીને તે પોતાની ગાડી લઈને ગામની બહાર નીકળી ગયો હતો.

ત્યારબાદ પાયલના માતા-પિતા બહારગામ ગયા હોવાથી તેમના કાકા-કાકી પાયલના ઘરે આવ્યા હતા. તે સમયે દરવાજો ખુલ્લો જ હતો. અને ઘરમાં આવ્યા બાદ પાયલને પલંગ ઉપર મૃત હાલતમાં જોઇને કાકા-કાકી ચોંકી ગયા હતા. અને પાયલના માતા-પિતાને અને ગામમાં આજુબાજુના લોકોને તેના કાકા-કાકીએ જાણ કરી હતી.

ત્યારબાદ પાયલની સાથે બનેલી આ ઘટનાને લઈને કાકા-કાકીએ પોલીસને ફરિયાદ કરી હતી. અને પોલીસે આ ઘટનાની તપાસ ચાલુ કરી હતી. અને તપાસ દરમ્યાન શરૂઆતમાં જ ઘરના લોકોના કહેવા પ્રમાણે શંકા સ્મિત ઉપર જ ગઈ હતી. તેને કારણે સ્મિતના સરોણ ગામમાં જઈને સ્મિતના ઘરે જઈને તપાસ કરી હતી.

ત્યારે સ્મિત જોવા મળ્યો ન હતો. પરંતુ ગામમાં તપાસ દરમિયાન ગામના તળાવ પાસેથી સ્મિતની બાઈક જોવા મળી હતી. અને ત્યારબાદ બીજા દિવસે જાણવા મળ્યું હતું કે સ્મિતે આપઘાત કરી લીધો હોવાનું દેખાઈ આવ્યું હતું. સ્મિતની લાશને તળાવમાં મૃત હાલતમાં જોવા મળી હતી. ત્યારબાદ તરિયા દ્વારા બહાર કાઢવામાં આવી હતી. આ ઘટના અંગે પોલીસ તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here