પ્રેમસબંધમાં દીકરીએ પ્રેમ લગ્ન કર્યા બાદ 2 મહિનામાં જ છૂટાછેડા થયા તેથી ઝેરી ટીકડા પી લીધા, જાણીને માથું પકડી લેશો તમે..!

0
99

આજના સમયમાં આપઘાતના કેસો દિવસેને દિવસે ખૂબ જ વધી રહ્યા છે. એક દિવસમાં કેટલાય લોકો પોતાની જિંદગીથી કંટાળીને આપઘાત કરી રહ્યા છે. આપઘાતની ઘટના મોટાભાગે નવયુગની યુવાનો અને યુવતીઓની જોવા મળે છે. આ નવયુગની પેઢી આજકાલ નાની નાની વાતોમાં કંટાળીને આપઘાત કરી રહ્યા છે.

આજકાલ લોકોને કોઈના પર વિશ્વાસ કરો ખૂબ જ અઘરો બની ગયો છે. લોકો વિશ્વાસના નામ પર વિશ્વાસઘાત કરી રહ્યા છે. એવી જ એક ઘટના આઘાતની બની છે. આ ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરી સાથે બની છે. દીકરી પોતાના નામ પરિવાર સાથે સુરત શહેરના સરથાણા વિસ્તારના રોયલ ટાઉનશીપમા રહેતી હતી.

દીકરીના પિતાનું નામ પંકજભાઈ અમીપરા હતું. અને દીકરીનું નામ આરતી હતું. જેની ઉંમર 18 વર્ષની હતી. આ દીકરી ભગવાન મહાવીર કોલેજમાં બી.સી.એ.નો અભ્યાસ કરી રહી હતી. દીકરી ધોરણ 12 ભણી રહી હતી. દિકરીનો પરિવાર ખુબ જ ખુશીથી રહેતું હતું. દીકરી કોલેજમાં આવ્યા બાદ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી હતી.

ત્યારે આરતીના ઘરની નજીક તેની ઉંમરનો જ એક યુવક રહેતો હતો. તેનું નામ અક્ષય ધડુક હતું. બંને એક જ કોલેજમાં જતા હતા તેને કારણે આરતીને આ અક્ષય ધડુક સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. અને આરતી અક્ષય ઉપર ખૂબ જ વિશ્વાસ કરી બેઠી હતી. તેને કારણે અક્ષયના કહેવા પ્રમાણે આરતીએ અક્ષય સાથે પરિવારની ઈચ્છાને વિરુદ્ધ લગ્ન કરી લીધા હતા.

અને અક્ષય આરતીને લઈને પોતાના ઘરે જતો રહ્યો હતો. આરતીને થોડા સમય ખૂબ જ સારી રીતે સાચવવામાં આવી હતી ત્યારબાદ આરતી અક્ષયને અમુક પારિવારિક જીવનને લઈને ખૂબ જ ઝઘડાઓ થતા હતા. તેને કારણે આરતીએ તેના પિતા પંકજભાઈને ફોન કરીને ઘરે પાછું આવવું છે તેમ જણાવ્યું હતું.

અને અહીંયા મને ખૂબ જ ત્રાસ અપાય છે એવું કહ્યું હતું. એટલા માટે પંકજભાઈએ પોતાની દીકરી ઉપર દયા આવીને તેને અક્ષયના ઘરેથી લેવા ગયા હતા. પરંતુ અક્ષયે પંકજભાઈને ઘરની બહાર કાઢી મુક્યા હતા. ત્યારબાદ પંકજભાઈ પોલીસને ફરિયાદ કરીને પોલીસને સાથે લઈને અક્ષયના ઘરે આરતીને લેવા માટે ગયા હતા.

પંકજભાઈ આરતીને પોતાના ઘરે પાછી લઈ આવ્યા હતા. અને આરતીને લઈને પંકજભાઈ પોતાના મૂળ વતન જૂનાગઢ માં રહેવા માટે ચાલ્યા ગયા હતા. પરંતુ બે મહિના પહેલા જ આરતી અને પંકજભાઈનો પરિવાર સુરત પાછા આવ્યા હતા. ત્યારે અક્ષયને ખબર પડતાં આરતીને ફરી ત્રાસ આપ્યો હતો. તેને કારણે એક દિવસ સાંજે આરતી એ પોતાના ઘરે કોઈ નહોતું.

ત્યારે અનાજમાં નાખવાની ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. અને પરિવારના લોકો ઘરે આવ્યા ત્યારે તેમને આરતીની આ હાલત જોઇને તરત જ એમ્બ્યુલન્સને ફોન કરાયો હતો. અને આરતી ને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન મોડી રાત્રે આરતી મૃત્યુ પામી હતી. તે માટે પંકજભાઈએ અક્ષય સામે ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here