હાલમાં સમાજમાં યુવાન પેઢી ખૂબ જ ખરાબ રસ્તે જઈ રહી છે. યુવાન પેઢી નાની નાની વાતોમાં આપઘાત કરી રહી છે. નાની વાતોમાં કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી રહી છે. આવી જ આપાઘાતની ઘટનાઓ વધારે પ્રેમ સંબંધને કારણે બનતી હોવાનું જોઈ રહ્યા છીએ. પ્રેમ સંબંધને કારણે પોતાના પ્રેમને પામી ન શકતા તેઓ આપઘાત કરી રહ્યા છે.
આવી અનેક ઘટનાઓ આપણે જોઈએ છે પરંતુ હાલમાં આવી જ એક ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટના મહેસાણા જિલ્લામાં બની હતી. મહેસાણા જિલ્લાના વિસનગરમાં યુવક-યુવતીએ પ્રેમ સંબંધમાં આપઘાત કર્યાની ઘટના જાણીને સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પ્રેમ સંબંધમાં માણસ પોતાનું બધું જ છોડી દેવા માટે તૈયાર થઈ જાય છે.
જરૂર પડે તો પોતાના જીવ પણ ગુમાવી દેવા માટે તૈયાર હોય છે. આવી ઘટનાઓને કારણે લોકો આજકાલ આપઘાત કરી રહ્યા છે. વિસનગરમાં રહેતા યુવક યુવતીએ એકસાથે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. વિસનગરના ઉમતા ગામ પાસે સવારના સમયે ઝાડ સાથે પ્રેમી પંખીડાઓ લટકેલા જોવા મળી રહ્યા હતા.
જેમાં યુવકનું નામ જીતેન્દ્ર બાબુલાલ શર્મા હતું. તેની ઉમ્ર 24 વર્ષની હતી. તે મૂળ ગામ ઈન્દોરનો રહેવાસી હતો. તે ઉમતા ગામમાં નાનપણથી પોતાની બહેન સાથે રહેતો હતો. અને ઉમતા ગામમાં રહીને વિસનગરમાં એક ગેરેજમાં કામ કરતો હતો. જીતેન્દ્ર ઘણા સમયથી પોતાની બહેન સાથે રહેતો હતો. અને તેની સાથે તેની પ્રેમિકાનું નામ પાયલબેન કિશોરજી ઠાકોર હતું.
પાયલબેનનું મૂળ ગામ સુઢીયા હતું. પાયલબેન સુંઢિયાની અને વિસનગરમાં પોતાના પરિવાર સાથે રહીને અભ્યાસ કરતી હતી. વિસનગરની એસ.કે યુનિવર્સિટીમાં ઓર્થોપેડિકનો અભ્યાસ કરતી હતી પરંતુ અમુક કારણોસર યુવક ગેરેજમાં કામ કરતો હતો. અને યુવતી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહી હતી.
બંને વચ્ચે સંપકૅ થતા પ્રેમ સંબંધ થઈ ગયો હતો. બંને એક નહીં થઈ શકે તેમ વિચારી રહ્યા હતા. અને એક દિવસ સાંજના સમયે પાયલ પોતાના ઘરેથી ‘બજારમાં ગિફ્ટ લેવા જાઉં છું’ એમ કહીને નીકળી હતી. ત્યારબાદ તે ઘરે પાછી આવી ન હતી અને બંને ઉમતા ગામની નદી કિનારે મળ્યા હતા. ત્યારબાદ બંને પોતાની સાથે બે બેગો લઈને આવ્યા હતા.
પરંતુ બંને એક નહીં થઈ શકે તેમ વિચારીને નદી કિનારે આવેલા ઝાડ ઉપર દોરડું બાંધીને બંને એકસાથે પોતાના જીવન ટૂંકાવવાનું વિચાર્યું હતું. બંનેએ દોરડા સાથે લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો. ત્યારબાદ ગામના એક યુવકે બંને લટકના જોઈને ગામના લોકોને જાણ કરવામાં આવી હતી. ગામના લોકો નદી કિનારે આવીને આ બંને પ્રેમી પંખીડાઓને દોડે લટકતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ત્યારબાદ બંનેના ઘરના પરિવારના લોકોને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. બંને પરિવારને જાણ થતા બંને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!