પરેશ ગોસ્વામીએ આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આપી મોટી આગાહી, મેઘરાજા આ જીલ્લાઓનો વારો લઈ લેશે.. વાંચો..!

0
131

હાલમાં ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે. ઘણા બધા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ચોમાસાએ ખૂબ જ સારું એવું આગમન કરી દીધું છે. રાજ્યના દરેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યા છે. રાજ્યમાં ઘણા વિસ્તારમાં વરસાદનો વધ-ઘટ થવાનું જોવા મળી રહ્યું છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ 24 અને 25 જુને રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી જેવા જિલ્લાઓમાં અતિભારે વરસાદ સતત પડવાની આગાહી કરી છે. અને આગામી બે દિવસમાં વરસાદનું હળવા રહેવાનું જણાવ્યું છે.

છતાં વાતાવરણમાં કાળા વાદળ છવાયેલા જોવા મળશે. અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં સામાન્ય વરસાદ છુટો છવાયો રહેશે. દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડવાને કારણે હાલમાં પણ રસ્તાઓમાં નદી વહેતી થઇ છે. અને વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. લોકોને ઘરમાં જ રહેવું પડતું હતું. અને નવસારી જિલ્લામાં સતત વરસાદ પડવાને કારણે અંબિકા નદી પર ડેમ ઓવરફ્લો થઈ જવાને કારણે ડેમના 40 માંથી 20 દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા. ડેમના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.

તેમજ નર્મદા નદીમાં પાણીની સપાટી ઉંચી જવાને કારણે સરદાર સરોવર જેવા ડેમમાં 1,49,972 એમસીએફટી પાણીનો સંગ્રહ જોવા મળ્યો છે. અને રાજ્યના 206 જળાશયોમાંથી 1,88,241 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે. અને દક્ષિણ ગુજરાતની દમણની નદીઓમાં વરસાદને કારણે નદીઓ બે કાંઠે જોવા મળી છે.

અમદાવાદ-ગાંધીનગરમાં વાદળછાયા વાતાવરણને કારણે સામાન્ય વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આમ રાજ્યના બધા વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો ભાવનગર, બોટાદ જુનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી જેવા જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદ વરસી રહ્યો છે.

ભાવનગરની શેત્રુન્જી નદીમાં પાણી ઊચી સપાટીએ છતાં શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો જોવા મળી રહ્યો છે. અને ચોમાસાના ઘરે આગમનને કારણે રાજ્યના ડેમ ઓવરફ્લો થવા લાગ્યા છે. અને રાજ્યના ખેડૂતો અને પોતાની વાવણી માટે પૂરતું પાણી મળી રહેતું હોવાથી તેઓમાં પણ ખુશીની લાગણી અને ખૂબ જ જોવા મળી રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here