કાર્યક્રમ માંથી પાછા ફરતી વખતે પથ્થરમારો થયો ધમાલ પણ થઈ અને પછી તો…

0
482

યોગીજી મહારાજના સમયમાં સોરઠમાં સરદારગઢ ગામે મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા પ્રસંગ હતો. ગામલોકોનો અતિશય આગ્રહ કે યોગીજી મહારાજના વરદ હસ્તે જ એ પ્રસંગ સંપન્ન થાય. પણ પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે કેટલાક વિરોધીઓ દ્વારા એ પ્રસંગે કદાચ વિખવાદ થાય ને ધમાલ પણ થાય એવી શક્યતા હતી.

એટલે એ કાર્યક્રમને મુલતવી રાખવાની તરફેણમાં સૌ હતા. આ બાજુ યોગીજી મહારાજે સરદાગઢ જવાનો કાર્યક્રમ ગોઠવી દીધો, પ્રતિષ્ઠા સારી રીતે થઈ, પણ પાછા ફરતાં થોડી ધમાલ થઈ અને વિરોધીઓએ પોતાનું ધાર્યું કર્યું.

યોગીજી મહારાજ ને સંતો તો નીકળી ગયેલા, પણ અમુક હરિભક્તોની ગાડી ઉપર પથરો ફેંકાયા. યોગીજી મહારાજ પાછા ગોંડલ આવ્યા, ત્યારે મોટા સ્વામી તથા સંસ્થાના અન્ય ટ્રસ્ટીઓ ખૂબ ગુસ્સે ભરાયા. તેમણે યોગીજી મહારાજને પૂછયું, ‘આ કાર્યક્રમ કોણે ગોઠવ્યો હતો ? ત્યાં કાંઈ થઈ ગયું હોત તો ?” યોગીજી

મહારાજે કહ્યું, ‘મને ખબર નથી. પ્રમુખ સ્વામીએ ગોઠવ્યો હતો.” બસ ખલાસ! ટ્રસ્ટીઓ તૂટી પડ્યા. પ્રમુખ સ્વામીને ઠપકાના ઘણા શબ્દો કહ્યા. સ્વામીશ્રી એક શબ્દ બોલ્યા નહીં, માત્ર એટલું જ કહ્યું, ‘મારી ભૂલ થઈ. હવે ફરી નહીં ગોઠવું.’ ગુણવંત દાણીએ આ ઘટનાની યાદ અપાવતા કહ્યું, ‘ત્યાં પથરાબાજી થઈ હતી ને યોગીબાપાએ બધું આપના ઉપર ઢોળી દીધું અને સી.એન. વગેરે ભક્તોએ આપને ઠપકો આપ્યો હતો. ખરેખર, આપની દિવ્યતા ભારોભાર એમાં નિખરે છે…!!

ગુણવંતભાઈ આગળ કંઈ પ્રશસ્તિ કરે તે પહેલાં જ સ્વામીશ્રીએ તેમને અટકાવતાં કહ્યું, “સી.એન., મોટા સ્વામી વગેરે મોટેરાઓના ઘણા ઠપકો સાંભળેલા છે. ત્યારે તો મૂળ જોગીબાપા રાજી થાય એ જ તાન હતું.

એ રાજી થતા હોય તો આપણે સહન કરવામાં વાંધો નહિ. પ્રોગ્રામમાં આવું બહુ થાય. કાંઈક ગોઠવણ કરીએ એટલે અમુક મોટેરાઓનું તરત ચાલુ થઈ જાય. અમૃત મહોત્સવ વખતે પણ સ્વામી ઠેઠ સુધી બોલ્યા નહિ. મારા પર નાખ્યું. મેં એમની મરજી જોઈને કહ્યું કે ઉત્સવ અહીં જ કરવો છે.

બીજાનો વિરોધ થયો પણ સ્વામીનો રાજીપો મળી ગયો. એટલે આપણે તો બીજા રાજી થાય કે ન થાય પણ એ રાજી થાય એટલે દુનિયા રાજી, મોટેરાઓને આપણા પ્રત્યે દ્વેષ ન હતો પણ મમત્વને હિસાબે કહેતા હોય…’

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ  તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here