ભાદરા ઉત્સવ પછી યોગીજી
મહારાજનો ૭૮મો જન્મોત્સવ ૧૩/૫ના રોજ /
અટલાદરામાં ઉજવાયો હતો. તા.૧૫/૫ના રોજ
સ્વામીશ્રી સવારે અટલાદરાથી બોચાસણ ઉકરડા અને
જાજરૂનાં તથા બીજા બાંધકામના કામકાજ અંગે ગયા
હતા. અને તે જ દિવસે પરત આવેલા.
તા. ૧૭/પના રોજ સ્વામીશ્રી કારવણ પધારેલા.
અહીં બે કુટુંબો વચ્ચે ઘરમાંથી વાડામાં જવાના રસ્તા
તથા તિજોરીના દાગીના અંગે તકરાર ઊભી થયેલી.

આ તકરાર તલવાર સુધી પહોંચે તેવી રીતે વાતાવરણ
ઊકળી રહેલું. પણ સ્વામીશ્રીએ એ ઉકળતા ચરુને
ઠારવો શરૂ કર્યો. આ તકરારીઓના ઘર બાજુ-બાજુમાં
હતા.
તેથી સ્વામીશ્રી એકના ઘેર જઈને દસેક મિનિટ
તેની વાત સાંભળે. તેનો અભિપ્રાય સંભળાવવા વળી
ઊભા થઈને બાજુના ઘરમાં જાય. તેની વાત સાંભળી
વળી ઊભા થઈને પહેલાં ઘેર જાય. આમ, કેટલાય ધક્કા
ખાઈને તેઓએ બંને કુટુંબો વચ્ચે સંપ-સંધિ કરાવ્યાં.
તે વખતે સ્વામીશ્રીની સલાહ-સુલેહથી શાંત થયેલા
એ કુટુંબીઓ બોલી ઊઠેલા કે “જો પ્રમુખસ્વામી અમારી
મિલકતની વહેંચણીમાં મધ્યસ્થ ન બન્યા હોત તો
અમારે ખૂન-ખરાબાનો વખત આવત!’
કૌટુંબિક શાંતિને પણ સ્વામીશ્રી વ્યક્તિના
આધ્યાત્મિક ઉત્કર્ષનો જ એક ભાગ ગણતા. તેથી
હરિભક્તોના કે કોઈનાય વ્યાવહારિક પ્રશ્નોને ઉકેલવા
માટે તેઓ બનતો બધો જ પ્રયત્ન કરી છૂટતા. દુનિયાના
ભાગ્યે જ કોઈ મહાપુરુષે સ્વામીશ્રીની જેમ અતિ
વિશાળ સંખ્યામાં વ્યાવહારિક, વ્યાવસાયિક, કૌટુંબિક,
વ્યક્તિગત સમસ્યાઓને રસ લઈને ઉકેલી હશે!
વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.