પ્રમુખસ્વામી મહારાજ જીવનચરિત્ર પ્રસંગ -8 શાંતિલાલ રવિવાર કે રજાના દિવસોમાં કરતા આ સુંદર કાર્ય વાંચી તમે બ બોલી ઉઠશો વાહ..વાહ..

0
168

સંવેદનશીલ શાંતિલાલ

મોટે ભાગે બાલ્યાવસ્થા પરોપજીવી હોય છે. તેથી તે બીજાને માટે ભાર- રૂપ થઈ રહે, પરંતુ શાંતિલાલ અહીં પણ સૌ બાળકોથી અલગ તરી આવતા. કદીયે કોઈને બોજારૂપ ન થવાનો જ વિચાર અને તે અનુસાર જ વર્તણૂક રાખતા. અને હા, શાંતિલાલની સંવેદનાનું આ વર્તુળ કેવળ મનુષ્ય પૂરતું જ સીમિત નહોતું.

મૂંગા-અબોલ પશુઓ પ્રત્યે પણ તેઓને આવી જ સહાનુભૂતિ રહેતી. શાંતિલાલ રવિવાર કે રજાના દિવસોમાં પશુધન ચરાવવા વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા ગોચરમાં જતા. પશુમાં ઘેર બે ભેંસો અને એક જોડ બળદ હતા. તેને ચરાવવા અગિયારેક વાગ્યે જમી-પરવારી સૌ મિત્રો સાથે તેઓ નીકળે.

અડધો ક્લાકે ત્યાં પહોંચી જવાય. અહીં ગાયો-ભેંસો ચરે. તે વખતે કેટલાક બાળકો ગાય-ભેંસ પર બેસીને સવારીનો આનંદ લૂંટે. બપોરે ઓ પશુઓ નદીમાં પણ પડે. ત્યારે કેટલાક છોકરા તેની પર બેસીને સહેલ પણ કરે, પરંતુ શાંતિલાલ કોઈ દિવસ આ ચાળે ચડ્યા નહોતા.

નદીમાં પાણી બહુ ગયું હોય તોય મોટે ભાગે પૂછડું પકડીને જ સામે કિનારે જાય. પશુ પર બેસે તો આવી ભાગ્યે જ. ગાય-ભેંસ પર બેસીને તેને ભારે મારવાના વિચારમાત્રથી તેઓ દ્રવી ઊઠતા. ‘આત્મવત્ સર્વપૂતેષુ ચ: પશ્યતિ સ પશ્યતિ..” અનુસાર જીવ-પ્રાણી- માત્રને તેઓ પોતાપણાની દૃષ્ટિથી જ જોતા.

પશુઓને ચરાવવા જાય ત્યારે શાંતિલાલ વાંચવાની ચોપડીઓ સાથે લઈને નીકળતા. ઢોર ચરતાં હોય ત્યારે તેઓ ઝાડના છાંયે બેસી વાંચ્યા કરે. પશુધન ચરાવવાની સાથે સાથે શાંતિલાલને ક્યારેક ખેતરમાં પણ જવાનું થતું. ઇટોલા બાજુ આશરે ૨૫-૩૦ વીઘાં જમીનનું મોતીકાકાનું ખેતર હતું. તેમાં કરબડી ફેરવવાની હોય ત્યારે શાંતિલાલ કરબડી પર બેસવા માટે જતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here