સ્વામીશ્રી ને સંતે પૂછ્યું યોગીબાપાના સમયમાં સેવા કરતા સમયે બોલવાનું થયેલું,જાણો શું ઉત્તર આપ્યો સ્વામીએ

0
576

આવો જ એક પ્રશ્ન ગોંડલમાં ભગવતચરણસ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યો હતો ‘યોગીબાપાના વખતમાં, સેવાના પ્રસંગમાં આપને કોઈને કહેવાનું થતું હતું ? કોઈ સાથે બગાડવાનું થયું હતું ?” ‘આપણે બગાડવાનું ક્યાં હતું ? આપણે તો સમજીને સહન જ કરવાનું હતું.

ગઢડામાં કળશ મહોત્સવ વખતે વૈશાખનો એવો તો વાયરો ફૂંકાય કે મંડપો તૂટી જાય, લૂગડાંનાં ચીથરો થઈ જાય. ત્યારે કેટલાક કહે, અહીં સમૈયો ન જ થાય છતાં શું કામ કરી બેઠા ?

એવું કેટલુંય સંભળાવે. પણ યોગીબાપા કહે, ‘સહન કરીને કામ લેવું’, એટલે એ સૂત્ર અનુસાર કામ ચાલતું…” ‘કોઈકવાર તો બોલવાનું થતું જ હશે ?” ભગવચરણ સ્વામીએ ઊલટાવીને ફરી પૂછ્યું, ત્યારે ગમ્મત કરતાં સ્વામીશ્રી કહે, ‘તમારા જેવા હોય તેને બોલીએ. બાકી મોટા હોય તેને તો હાથ જ જોડવાના હોય.

આપણને ખીજાય – આમ કેમ કર્યું? આપણે તો ‘બહુ સારું, હવે ધ્યાન રાખશું.” એમ કહીને કામ લેવાનું.” આગળ સંતો વધુ પૂછપરછ કરે તે પહેલાં તો સ્વામીશ્રીએ કથા વાંચવાનું ચાલુ કરાવ્યું.

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ  તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here