સ્વામીશ્રી થાળ લઈને જતાતા,ને બારસાખ થોડી નીચે હતી,પછી તો…

0
707

સને ૧૯૬૯માં અન્નકૂટ ઉત્સવ માટે સ્વામીશ્રી સારંગપુર પધાર્યા. ત્યારબાદ તા. ૧૩/૧૧ના દિવસે સ્વામીશ્રી સારંગપુરથી કંથારિયા પધાર્યા હતા. અહીં ત્રિદિવસીય પારાયણનું આયોજન ગોઠવાયું હતું, “સ્વામીની વાતો’ના ચોથા પ્રકરણના આધારે સવાર-સાંજ કથા થતી અને બાકીના સમયમાં સ્વામીશ્રી પધરામણી કરતા.

આ પારાયણ દરમ્યાન એક દિવસ બપોરે સ્વામીશ્રીએ જોયું તો રસોડામાં એક સંત પૂરી વણતા હતા, પણ પૂરી તળનાર કોઈ નહોતું. તેથી તેઓ તરત જ તેલના એક ખાલી ડબ્બાને ઊંધો કરી તે પર બેસીગયા અને કપાસના સાંઠીકડાથી જલતા ધુમાડિયા ચૂલાપર મૂકેલી કડાઈમાં પૂરી તળવા લાગ્યા. સવાર-સાંજ જે સ્વામીશ્રી વ્યાસપીઠ પર બેસીને પારાયણ કરતા તેઓને તેલના ડબ્બા પર બેસીને પૂરી તળવામાં લેશ સંકોચ થયો નહીં.

આ દૃશ્ય ત્યાં ઊભેલા બળદેવસિંહ નામના યુવાનની નજરે ચડ્યું અને સ્વામીશ્રીના વર્તનની ઊંડી છાપ તેઓના હદયમાં કોતરાઈ ગઈ. ધીરે ધીરે તે છાપ એવી ઘેરી બનતી ચાલી કે તે યુવાને સ્વામીશ્રીના હસ્તે દીક્ષા લઈને તેઓનાં ચરણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. (પૂ. યજ્ઞપ્રિય સ્વામી) પૂરી તળવાની આ પ્રક્રિયામાં જ્યારે ઠાકોરજીના
થાળ પૂરતી પૂરીઓ તળાઈ ગઈ ત્યારે સ્વામીશ્રીને થયું : ‘થાળ તૈયાર કરીને ઠાકોરજી આગળ મૂકી આવીએ. પછી બાકીની પૂરી તળવા બેસીએ.” એટલે તેઓ ઠાકોરજીનો થાળ પૂરીને બાજુ ના ઓરડામાં જ્યાં ઠાકોરજી પધરાવેલા ત્યાં મૂકવા ગયા. પાછા વળીને પૂરી તળવા બેસવાની ઉતાવળ હતી,

તેથી તેઓ જરા વેગથી થાળ લઈને ઊપડેલા. પણ બારસાખ નીચી હતી તે સીધી જ સ્વામીશ્રીના માથે ભટકાઈ.
આ જોઈ એક-બે યુવકો સ્વામીશ્રીની વહારે પહોંચ્યા પણ સ્વામીશ્રીએ કહ્યું : “કાંઈ થયું નથી. હો…. હો…ના કરશો. સંત સ્વામી કથા કરે છે તેમાં વિક્ષેપ થશે…” એમ કહેતાં જાણે કાંઈ બન્યું જ નથી તેમ ઠાકોરજી આગળ થાળ મૂકવા પહોંચી ગયા.

અથડાવાને કારણે સ્વામીશ્રીના મસ્તક પર ઢીમણું પણ ઊપસી આવેલું, છતાં માથે હાથ ઘસવા બેસી જવું કે ઊંહકારો નીકળી જવો જેવી કોઈ પ્રતિક્રિયા તેઓમાં જોવા ન મળી. થાળ મૂકી પાછા પૂરી તળવા બેસી ગયા! સ્વામીશ્રીની        નમ્રતાથી ઘાયલ થયેલા યુવાનોને સ્વામીશ્રીની આ દેહાતીત સ્થિતિએ તો ઘેલા જ કરી મૂક્યા! તેઓને સ્વામીશ્રી પારાયણની વાતોને અમલમાં મૂકી જાણનારા વક્તા જણાયા!

લેખન સંપાદન : Infogujarat Team : તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ  તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here