તા.૨૨/૮/૨૦૦૬ના રોજ સ્વામીશ્રી બેંગ્લોર વિરાજમાન હતા.ત્યારે અમેરિકાથી એક હરિભક્તનો ને ફોન આવ્યો. તેઓને જે વાત કરવાની હતી તે પૂરી થઈ ગઈ. પછી અચાનક સ્વામીશ્રીએ તેમને પૂછ્યું, ‘તારા દીકરાનું કેમ છે ? પૂજા કરે છે ?” તેઓનો દીકરો ૬-૭ વર્ષનો હતો.
એ હરિભક્ત કહે, ‘તેને સવારે ૭.00 વાગે સ્કૂલે જવાનું હોય એટલે પૂજા કરતો નથી.” સ્વામીશ્રીને આ ન ગમ્યું. તેથી થોડી: નારાજગી સાથે કહે, ‘એને પૂજા કરવાનું કહેજો. માળા અને પૂજા તો કરવી જ જોઈએ.
મૂળ તું જ મોળો છે એટલે તને કહીએ છીએ. ભવિષ્યમાં છોકરાની કમાન છટકી જશે તો તારા હાથમાં નહીં રહે. એને સત્સંગ રહે, સંસ્કાર રહે એટલા માટે કહીએ છીએ. માટે તારે અત્યારથી એને ટેવ પાડવી અને ધ્યાન રાખવું.’-
સંતાનોનાં અભ્યાસ અને ભણતર જેટલું જ મહત્ત્વ નિત્યપૂજાનું પણ છે. તેથી જ માતા-પિતા સંતાનોના અભ્યાસ માટે જેટલા જાગૃત છે, એટલી જ જાગૃતિ નિત્યપૂજા અને સત્સંગ માટે આવે તેવી સ્વામીશ્રીની રુચિ છે.
ઘણી વાર મનનાં કેટલાંક તર્ક અને ક્ષુલ્લક વિચારધારાને કારણે કેટલાંક લોકોની ભગવાનમાં શ્રદ્ધા મંદ પડી જાય છે અને નિત્યપૂજા બંધ થઈ જાય છે. સ્વામીશ્રી આવી વ્યક્તિઓને પ્રેમથી સમજાવીને નિત્યપૂજા કરવાની પ્રેરણા અને બળ આપે છે.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,સરકારી નોકરી અને યોજનાની માહિતી , બોલીવુડની મસાલેદાર ખબરો, ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ડધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો અમારો કોઈ હેતુ નથી.. “જય હિન્દ…જય જય ગરવી ગુજરાત” જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!