એક યુવક પૂજા બંધ કરી તમાકુ ખાતો થઈ ગયો અને એક્વાર સ્વામીશ્રી પાસે લાવ્યા અને પછી….

0
793

તા.૧૫/૧/૨૦૦૫ના રોજ સ્વામીશ્રી મુંબઈ વિરાજમાન હતા. એક યુવકને લઈને તેના મોટાભાઈ દર્શને આવ્યા હતા.

આ યુવક પહેલાં પૂજા કરતો હતો, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોથી તેણે પૂજા કરવી બંધ કરી દીધી હતી. વળી, ખરાબ સોબતને લીધે તમાકુ ખાતો થઈ ગયો હતો. મોટાભાઈએ સ્વામીશ્રીને એ યુવકની ફરિયાદ કરી.

સ્વામીશ્રીએ ઠપકાના સૂરમાં એ યુવકને કહ્યું, ‘પાપ પેઠું. ભગવાન મૂક્યા એટલે આવું પાપ (વ્યસન) પેઠું છે. પૂજા કરજે તો સુખી થઈશ. નહીં તો પછી આગળ દુઃખ જ છે !’ સ્વામીશ્રીએ સમજાવ્યું કે નિત્યપૂજા એ ભગવાન સાથેનો સંબંધ છે.

નિત્યપૂજા ન કરીએ તો ભગવાનને જીવનમાંથી દૂર કરી દીધા બરોબર છે. નિત્યપૂજાને કારણે જીવન પવિત્ર રહે છે અને ખોટી બાબતો જીવનમાં પ્રવેશી શકતી નથી અને સુખી રહેવાય છે.

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ  તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here