પ્રસંગ-37: ગુરુમુખી જોગિયા : સમૈયાની પૂર્વતૈયારીઓ દરમ્યાન મંદિરની ખેતીવાડીમાં સેવા આપતા દેવચડી ગામના ડાહ્યાભાઈ એક તૃતીયમ્ સૂર જ છેડીને બેઠેલા.
સ્વામીશ્રીએ તેઓને પ્રેમથી જણાવેલું કે આ વખતે પાણીની તંગી છે અને સામે વપરાશ ઝાઝો છે. તેથી ખેતીવાડીમાં પાણી આપી શકાશે નહીં. તો આ પરિસ્થિતિમાં જે પાક લઈ શકાતો હોય તે લેજો.”
સ્વામીશ્રીની વાતમાં વજૂદ હતું, પરંતુ ડાહ્યાભાઈને થયું કે “સ્વામીશ્રીએ પોતાના વિભાગનું પૂરતું ધ્યાન રાખ્યું નહીં.” આટલી અમથી વાતમાં તેઓ રીસાઈ ગયા અને પોતાના ગામભેગા થઈ ગયા.
યોગીજી મહારાજને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ સ્વામીશ્રીને કહ્યું કે “આપણે એક ખેડૂત ખોયો.” સ્વામીશ્રીએ યોગીજી મહારાજને જે બન્યું હતું તેથી વાકેફ કર્યા, પરંતુ યોગીજી મહારાજ જાણે સ્વામીશ્રીની ગુરુભક્તિને વિશેષ ચમકીલી બનાવવા માંગતા હોય તેમ બોલ્યા : ‘તમે હાલ ને હાલ દેવચડી જાઓ અને ડાહ્યાભાઈને સમજાવીને પાછા બોલાવી લાવો.”
સમૈયાની અનેકવિધ અગત્યની જવાબદારીઓ વચ્ચે આ એક સાવ ક્ષુલ્લક કહી શકાય તેવું કામ સ્વામીશ્રીને ચીંધવામાં આવેલું. તર્કના ત્રાજવે કોઈ રીતે તોલાય નહીં એવું આ નગણ્ય કામ હતું, પરંતુ સ્વામીશ્રીને મન મહત્તા કામની નહીં, પરંતુ કામના ચીંધનારાની હતી. ગુરુના વચને આખી જિંદગી હોમી દેવા તૈયાર તેઓ ગુરુના વચને દિવસની આહુતિ આપવામાં કેમ પાછા પડે?!
તેઓ દેવચડી ગયા અને ડાહ્યાભાઈને ગોંડલ પરત આવવા સમજાવવા લાગ્યા. પરંતુ આજે ડાહ્યાભાઈ નામમાત્રથી ડાહ્યા રહેલા. તેઓની હઠે જાણે પાતાળે ખીલી
ખોડી હોય એમ તેઓ સમજવા તૈયાર જ થતા નહોતા. પરંતુ આખા દિવસની મથામણને અંતે સ્વામીશ્રીએ તેઓને મનાવ્યા અને ગોંડલ પાછા લઈ આવ્યા. સ્વામીશ્રીની આવી ગુરુપ્રધાન કાર્યપદ્ધતિ જ તેઓને જગતની જમાતથી જુદા પાડતી.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો