જે લોકો ને તિલક-ચાંદલો કરવામાં શરમ આવતી હોય,તેમણે ખાસ વાંચવું…

0
459

૧૯૯૮-લંડન – સ્વામીશ્રીના શયનખંડ પાસે બે યુવકો હાથ જોડીને દર્શન કરતા હતા. સ્વામીશ્રીએ તેમના કપાળ સામું જોઈને કહ્યું, ‘તિલક-ચાંદલો કેમ નથી કરતા ?’ તેઓ બંને કાંઈ ન બોલ્યા. સ્વામીશ્રી થોડા ભાવમાં આવીને કહે,‘રંડાપો આવ્યો છે

તમને ? રાંડ્યા હોય, જેને રંડાપો આવ્યો હોય એકપાળ કોરું રાખે. બોલો કપાળ કોરું કેમ રાખો છો ?” એક યુવક બોલ્યો, ‘શરમ.’ સ્વામીશ્રી તરત કહે, ‘એમાં શરમ શું ભલા આદમી !’ એણે ટાઈ પહેરી હતી. તેની ટાઈ પકડતાં સ્વામીશ્રી કહે, ‘આ ટાઈ પહેરતાં તમને શરમ નથી આવતી ? પાટલૂન પહેરતાં શરમ નથી આવતી ? ચશ્માં પહેરો છો,

એમાં તમને શરમ લાગે છે ? અને કોઈને ન ગમે તો થોડું કાંઈ એ કાઢી નંખાય છે ? સમજાય છે? બસ, તો હવે ફરી કહેવું ન પડે. કરવા જ માંડો. આજથી જ ચાલુ કરી દો.”

આમ, સ્વામીશ્રીએ પુત્રનો પક્ષ રાખીને પિતાને સમજાવ્યા. ભપકાબંધ તિલક-ચાંદલો સ્વામીશ્રીને ગમે છે. સ્વામીશ્રીની આંખે મોતિયાના ઓપરેશન પછી. ડૉક્ટરોએ સૂચના આપી હતી કે કંકુનો ચાંદલો ન કરવો. આંખમાં કંકુ જાય તો તકલીફ થશે, પરંતુ થોડા દિવસ એ સૂચનાનો અમલ કર્યો અને ચંદનનો ચાંદલોકર્યો.

પછી બોચાસણમાં ગુરુપૂનમના દિવસથી કંકુનો ચાંદલો કરવાની ઇચ્છા બતાવી અને કહે, ‘આપણે બધાને તિલક-ચાંદલો કરવાનો આગ્રહ કરીએ અને આપણે જ ન કરીએ તો કેવું કહેવાય !’ એમ કહીને કંકુનો ચાંદલો જ કર્યો. સ્વામીશ્રી ચંદનનો ચાંદલો તો કરતા જ હતા, પણ તેઓએ કંકુનો ચાંદલો કરવાનો આગ્રહ રાખ્યો.

ડૉક્ટરોની મનાઈ છતાં સ્વામીશ્રીએ આજ સુધી કંકુનો જ ચાંદલો કર્યો છે.

લેખન સંપાદન : Infogujarat Team

નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here