તા.૩૦/૭/૧૯૮૮ના રોજ સ્વામીશ્રીને મળવા એક યુવક તેના પિતાશ્રી સાથે આવ્યો હતો.સ્વામીશ્રીએ તેને સામેથી પૂછ્યું, ‘પૂજા કરે છે ?’ તે કહે, ‘બંધ કરી દીધી છે.” સ્વામીશ્રી કહે, ‘શા માટે ?” તે કહે, ‘રિઝલ્ટ બરાબર ન આવ્યું એટલા માટે !’ સ્વામીશ્રીએ કહ્યું, ‘ગ્રહણ પહેલું પૂજાને જ નડે છે.
કંઈ દુ:ખ આવે તો પૂજા કટ થઈ જાય. પણ યાદ રાખજે પૂજા કટ કરતાં આપણે કટ થઈ જઈએ. બીજું ઘણું કટ કરવાનું છે. સ્વભાવ કટ કરવા તો દુ:ખ ન આવે.” એક વાર એક હરિભક્ત સ્વામીશ્રીને પૂજા ન કરવાનું કારણ જણાવતાં કહેલું કે, ‘બહારગામ ટ્રાવેલિંગ બહુ રહે છે. તેથી પૂજા નથી થઈ શકતી.’ સ્વામીશ્રીએ ત્યારે કહ્યું,
‘પૂજા કરવામાં કંઈ વિઘ્ન આવે તો ઊંચી મૂકી દઈએ, પણ જમવાની થાળી ઊંચી મૂકીએ છીએ ? બાથરૂમમાં રોજ અડધો કલાક આપીએ જ છીએ ને !પૂજા તો રોજ કરવી. દાઢી કરવાનાં સાધનો સાથે લઈ જઈએ છીએ ને ! તેમ બહારગામ જઈએ તો પૂજા પણ સાથે લઈ જવી.’
તા.૧૦/૭/૧૯૮૨ના રોજ એક હરિભક્તને સ્વામીશ્રીએ કહ્યું હતું, ‘સવારે દાઢી થઈ ન હોય તો અતડું લાગે, તેમ પૂજા ન થાય તો તેવું થવું જોઈએ. બીજે ગામ કોઈના ઘેર જઈએ તો દાઢી કરીએ છીએ કે નહીં ? એમાં કોઈને ખોટું લાગે છે એવું માનો છો ? ના, તેમ બહારગામ જઈએ તો પૂજા પણ કરવી જ જોઈએ.’.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,સરકારી નોકરી અને યોજનાની માહિતી , બોલીવુડની મસાલેદાર ખબરો, ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ડધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો અમારો કોઈ હેતુ નથી.. “જય હિન્દ…જય જય ગરવી ગુજરાત” જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!